Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૯૬૪ શૈક્ષણિક સંસ્થાઓમાંથી ૪૦ હજાર અરજીઓ આવી હતી
જામનગર તા. ર૪ઃ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ ૨૦૨૨-૨૩ માટે ૫૦૦૦ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
દેશના ૨૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ અન્ડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૫૦૦૦ વિદ્યાર્થીઓ ૨૦૨૨-૨૩ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ આપવામાં આવશે. પસંદ કરાયેલા મેધાવીઓને રૂ. બેલાખ સુધીનું અનુદાન પ્રાપ્ત થશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સક્ષમ નેટવર્કનો હિસ્સો બનવાની પણ તક સાંપડશે.
શિક્ષણ સુલભ બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ યુવાનોના સપનાને પાંખો આપવાની આશા રાખે છે. આ મેધાવીઓનું એક વૈવિધ્યસભર જૂથ છે કારણ કે તેઓ અભ્યાસની વિવિધ શાખાઓમાંથી આવે છે, ભારતના લગભગ તમામ રાજ્યોમાંથી યુવતીઓ અને યુવકો સમાન રીતે પસંદ કરવામાં આવે છે. અમે પસંદ કરેલા દરેક મેધાવી વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપીને પોતાના માટે એક મજબૂત ભવિષ્ય બનાવશે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ જગન્નાથ કુમારે જણાવ્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ અભ્યાસના કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓને મેરિટ-કમ-મીન્સના આધારે આપવામાં આવે છે. આ વર્ષ માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ/ટેકનોલોજી, સાયન્સ, મેડિસિન, કોમર્સ, આર્ટસ, બિઝનેસ/મેનેજમેન્ટ, કમ્પ્યૂટર એપ્લિકેશન્સ, કાયદો, શિક્ષણ, હોસ્પિટાલિટી, આર્કિટેક્ચર અને અન્ય વ્યાવસાયિક ડિગ્રીઓ સહિતની સ્ટ્રીમમાંથી આવે છે. દેશની ૪,૯૮૪થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા લગભગ ૪૦,૦૦૦ અરજદારોમાંથી ૨૦૨૨-૨૩ વર્ષ માટેના ૫,૦૦૦ મેધાવી વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ, ધોરણ ૧૨ના ગુણ અને પાત્રતાના અન્ય માપદંડો સહિતની સઘન પસંદગી પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવી હતી, જે માં ૫૧% યુવતીઓ છે.પ્રોગ્રામમાં રહેલી વિવિધતાને વધુ પ્રતિબિંબિત કરતા આ રાઉન્ડમાં ૯૯ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પણ સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવી હતી.
ગત ડિસેમ્બરમાં પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા રિલાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આગામી ૧૦ વર્ષમાં ૫૦,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિના આ રાઉન્ડનો પુરસ્કારની નેમ ભારતના ભવિષ્યના નિર્માણ તરફ તમામ માટે શિક્ષણની સુવિધા લઈ જવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તૈયાર કરવાના રિલાયન્સના વારસાને આગળ વધારનારી છે. વર્ષ ૧૯૯૬થી લગભગ ૧૩,૦૦૦ અંડરગ્રેજ્યુએટ વિદ્વાનોને મેરિટ-કમ-મીન્સ આધારે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે, જેમાંથી ૨,૭૨૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પસંદ કરાયેલા મેધાવી વિદ્યાર્થીઓ તેમની પસંદગી અને વધુ વિગતો માટે સીધો સંદેશાવ્યવહાર મેળવશે. વર્ષ ૨૦૨૨-૨૩ માટે પસંદ કરાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની જાહેરાત જુલાઈમાં અપેક્ષિત છે. રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિના હવે પછીના તબક્કા (૨૦૨૩-૨૪) માટેની અરજીઓ આગામી મહિનાઓમાં સ્વીકારવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial