Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકા-પોલીસ તંત્રની સહિયારી ઝુંબેશઃ
જામનગર તા. ર૪ઃ જામનગરના મુખ્યત્વે બર્ધનચોકથી માંડવી ટાવર માર્ગે રેંકડી, પથારાવાળાના કારણે દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના નિરાકરણ માટે સમયાંતરે કામગીરી કરવામાં આવે છે.
ગઈકાલે પણ ખુદ મેયર મેદાનમાં ઉતર્યા હતાં અને પોલીસ સાથે રહીને સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સમયે અનેક રેંકડી અને પથારાવાળાઓનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
જામનગરના મેયર બિનાબેન કોઠારી અને મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાની આગેવાનીમાં ગત્ સાંજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના કાલાવડ નાકા, દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવરથી હવાઈચોક વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ થાય તે રીતે ઊભા રહેતા રેંકડીધારકો અને રોડ ઉપર બેસતા પથારાવાળાઓને દૂર ખસેડ્યા હતાં. આ સમયે અનેક રેંકડી જપ્ત કરવામાં આવી હતી તથા અનેક પથારાવાળાનો માલસામાન પણ જપ્ત કરવામાં આવતા ધંધાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ કામગીરી એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દીક્ષિત તથા એસ્ટેટ શાખાની ટીમ તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. ચાવડા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એસ. વાળા અને વી.આર. ગામેતી તથા સ્ટાફ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial