Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૩ઃ લાલપુર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારાયાના એક ગુન્હામાં સંડોવાયેલા બે આરોપીનો અદાલતમાં છૂટકારો થયો છે.
લાલ૫ુર તાલુકાના રહેવાસી એક પરિવારની સગીર વયની પુત્રીને રાજુ વેસ્તાભાઈ બીલવાડ તથા મંગલદાસ પ્રેમદાસ દુધરેજીયા નામના શખ્સ નસાડી ગયા હોવાની અને તે સગીરા પર દુષ્કૃત્ય ગુજારાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, વિશ્વાસપાત્ર પુરાવાના અભાવે આરોપીઓ સામેનો કેસ પુરવાર થતો નથી અને ફરિયાદીની જુબાનીમાં વિરોધાભાસી બાબતો બહાર આવી રહી છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી રાજુ બીલવાડ તથા મંગલદાસ દુધરેજીયાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ બિમલ ચોટાઈ, સુમિત સોલંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા, પી.એ. વારોદરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial