Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્નના પખવાડિયા પછી 'લૂંટેરી દુલ્હન' છનનન...
જામનગર તા.૨૪ ઃ જોડિયાના બાલંંભા ગામના એક ઉંમરલાયક યુવાનને નાગપુરની યુવતી સાથે પરણાવી દેવાની આંબા આંબલી બતાવી ભેંસદળના દંપતી અને નાગપુરની યુવતી અને તેના પરિવારની કહેવાતી બે મહિલાએ ઠગી લીધો છે. આ યુવાન સાથે ફેરા ફરી આવેલી યુવતી પખવાડિયા પછી માતાની બીમારીનંુ બહાનુ બતાવી ચાલી ગઈ છે. છેતરાયેલા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને ફરસાણની દુકાન ચલાવતા બેતાલીસ વર્ષના નિલેશભાઈ ભગવાનજીભાઈ કાચા નામના કડિયા યુવાને લગ્ન માટે પોતાના લાયક યુવતી માટે શોધ શરૃ કરી હતી.
તે દરમિયાન ધ્રોલ તાલુકાના ભેંસદળ ગામમાં રહેતા નિતેશ ઉર્ફે મિતેશ ચોટલીયા અને તેના પત્ની આરતીબેનનો સંપર્ક થયો હતો. આ દંપતીએ નિલેશભાઈને લગ્ન માટે યુવતી શોધી આપવાનું વચન આપ્યા પછી થોડા દિવસમાં મહારાષ્ટ્રના નાગપુરમાં એક યુવતી હોવાની વાત કરી હતી. તેથી નિલેશભાઈએ તે યુવતીને બતાવવાનું કહેતા આ દંપતીએ નાગપુરની માલા નામની યુવતી બતાવી હતી.
તે પછી આ યુવતી ગમી જતાં આરતીબેન અને નિતેશ ચોટલીયાએ તે યુવતીના પરિવારને રેખાબેન તથા નિશાબેન નામના મહિલાઓનો સંપર્ક કરાવ્યો હતો. આ વ્યક્તિઓએ માલા સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી રૃા.૧ લાખ ૮૫ હજાર લીધા હતા. તે રકમ આપી લગ્નવાચ્છુ નિલેશભાઈએ રૃા.૧૦ હજારના ચાંદીના સાંકળા અને રૃા.૪૭ હજારના સોનાના બે દાણા પણ આપ્યા હતા.
ત્યારપછી માલા સાથે નિલેશના લગ્ન કરાવી અપાયા હતા અને આ દંપતી બાલંભામાં રહેતું પણ હતું. તે દરમિયાન અઢારેક દિવસ વિત્યા પછી માલા પોતાના માતાને મજા નથી તેમ કહી નાગપુર જવા પતિ પાસે રજા માંગી હતી અને નિલેશે તેણીને જવા દીધી હતી. તે પછી માલા પરત નહીં ફરતા નિલેશે તેણીનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા માલા સહિતના વ્યક્તિઓના મોબાઈલ સ્વિચ ઓફ મળતા નિલેશને છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. આખરે તેણે ગઈકાલે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માલા, નિશા, રેખા તેમજ ભેંસદળના નિતેશ અને તેની પત્ની આરતી સામે આઈપીસી ૪૦૬, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ગઈ તા.૨ માર્ચના દિને ઉપરોક્ત વ્યક્તિઓએ નિલેશ સાથે માલાના લગ્ન નક્કી કર્યા હતા. તે મુજબ રાજકોટ રેલવે સ્ટેશને માલા તથા તેના પરિવારની નિશા અને રેખા આવ્યા હતા જ્યાંથી ટેક્સી કરી નિલેશે તેઓને બાલંભા મોકલ્યા હતા. તે પછી ભેંસદળથી નિતેશ અને તેની પત્ની આરતી આવી પહોંચ્યા હતા અને બીજા દિવસે એક મંંદિરમાં ફૂલહાર કરી નિલેશ તથા માલાના લગ્ન થઈ ગયાનું જણાવાયું હતું અને તે પછી આરતી, નિતેશ પોતાના ગામ ગયા હતા અને પખવાડિયું રોકાયા પછી માલા ઠંંેગો બતાવી ચાલી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial