Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૯ઃ જામનગરની સખી કલબ-૨ દ્વારા આગામી તા.૨૧-૧-૨૩ના સવારે ૬.૧૫ વાગ્યે ગુરૃદતાત્રેય મંદિર પાસેથી ઈકો ફ્રેન્ડલી ઓપન જામનગર મેરેથોન વોક (માત્ર મહિલાઓ માટે, બાળકો નહીં)નું આયોજન કરવામાં આવ્યું છે.
"સેવ વોટર" અને "નો પ્લાસ્ટિક ઈસ ફેન્ટાસ્ટીક" ના સંદેશ સાથે સખી કલબના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ ઈવેન્ટ યોજવામાં આવનાર છે.
આયુર્વેદ સોસાયટી, દતાત્રેય મંદિરથી ડી.કે.વી. કોલેજ, બેડી રોડ, સરૃ સેક્શન રોડ, વિરલબાગ થઈને ગુલાબકુંવરબા હોસ્પિટલ પાસે પૂર્ણ થશે. આ દોડમાં ચાર કિ.મી. જેટલું અંતર કાપવાનું રહેશે. આ ઈવેન્ટના પ્રોજેક્ટ ઈન્ચાર્જ ઝંખનાબેન શાહ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે અનસુયાબેન કનખરા તથા જયશ્રી પ્રેમાણી છે. આ મેરેથોન વોકના પ્રથમ ત્રણને ઈનામો અને પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag