Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્વિક રિસ્પોન્સ સેલ પણ ઉભા કરાયા
ખંભાળીયા તા. ૧૯ઃ દ્વારકા જિલ્લામાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા ર૦રર માં ૩૩૭ પીડિત મહિલાઓને મદદ કરાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮૧ અભયમ મહીલા હેલ્પ લાઈન દ્વારા થયેલા વર્ષ ર૦રર માં કુલ ૩૩૭ પીડિત મહિલાઓને મદદરૃપ થવા કામગીરી કરવામાં આવી હતી.
આ ૩૩૮ પીડિત મહિલાઓના કેસોમાં ૧૮૧ના કુશલ સ્ટાફ દ્વારા સ્થળ પર જ કાઉન્સેલીંગ કરીને ર૩૩ કિસ્સાઓમાં સમાધાન કારી નિરાકરણ લાવવામાં સફળતા મળી હતી. જ્યારે ૯પ કિસ્સાઓમાં મહિલા પીડિતાની સમસ્યા ગંભીર જણાતા તેમને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર વિગેરે મહિલાલક્ષી સંસ્થાઓમાં મદદરૃપ થવા પહોંચાડવામાં આવી હતી.
ગુજરાત સરકારના મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા તથા ગૃહ વિભાગ દ્વારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ તથા સિનિયર સિટીઝન મહિલાઓ માટે આર્શિવાદરૃપ સાબીત થાય છે. જે ર૪ કલાક વિના મૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચીફ ઓપરેટીંગ આફિસર જસવંત પ્રજાપતિ તથા પ્રોજેકટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કામગીરી થાય છે તથા કઠવાડા અમદાવાદમાં અદ્યતન ટેકનિકલ સુવિધા સાથે ઈમરજન્સી કવીક રિસ્પોન્સ સેલ પણ બનાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag