Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારની ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી અંતર્ગત
જામનગર તા. ૧૯ઃ જામનગર શહેરના બન્ને ધારાસભ્યો દ્વારા ભારત સરકારના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જનજાગૃતિના જાહેર કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
જામનગરની બન્ને વિધાનસભા બેઠકના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને શ્રીમતી રિવાબા જાડેજા આજે ત્રણ વિવિધ સ્થળોએ જામનગર મહાનગરપાલિકાના ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જનજાગૃતિના જાહેર કાર્યક્રમમાં જોડાયા છે અને લોકોને આ સર્વેક્ષણમાં ભાગ લેવા જાગૃત કરી આહ્વાન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં નગરસેવકો અને ભાજપના મહામંત્રી પણ જોડાયા છે.
આ અંતર્ગત જામનગર શહેરના રણમલ તળાવના ગેઈટ નંબર ર પાસે સવારે ૭ વાગ્યે બેડીનાકા વિસ્તારમાં સવારે ૧૦-૩૦ વાગ્યે, ચાંદીબજારમાં સવારે ૧૧-૩૦ વાગ્યે કાર્યક્રમો યોજાયા પછી સાંજે પાંચ કલાકે ડી.કે.વી. સર્કલ તેમજ સાંજે ૬ કલાકે ક્રિસ્ટલ મોલ પાસે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર જનતાને સર્વેક્ષણ માટે જાગૃત કરી આહ્વાન કરશે.
હાલ ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે તે શહેરના નાગરિકો (૧૮ વર્ષથી ઉપરના) દ્વારા સિટીઝન ફીડબેક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો પોતાના શહેરમાં રહેલી-પ્રાપ્ય સુવિધાઓ વિષે સરકારને જણાવી શકે છે. માત્ર ૧૭ જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઈન જવાબો આપવાના રહે છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ હવા, પાણી, વીજળી જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રત્યુત્તર દ્વારા જવાબો પ્રાપ્ત થવાથી આગામી સમયમાં સરકાર દ્વારા જે તે શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૃપરેખા તૈયાર થઈ શકે, અને જામનગરનો સ્માર્ટ સિટી તરીકે વધુ વિકાસ થઈ શકે.
આ અંતર્ગત જામનગર શહેરની ઈન્ડેક્ષ સર્વેની કામગીરી જામનગર મહાનગર પાલિકાને સોંપવામાં આવી છે. આ સર્વેમાં ઓનલાઈન ફિડબેક આપવા માટે વધુમાં વધુ લોકો સર્વેક્ષણમાં ભાગ લે તે જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag