Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં જિહાદ-લવજિહાદ ફેલાવતા
ખંભાળીયા તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીમાં ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો દ્વારા જઈને સામૂહિક રીતે જિહાદ તથા લવ જિહાદ ફેલાવતા તત્વોની સામે તથા તેમાં મદદરૃપ સંસ્થાઓ પર નિયંત્રણ લઈને પગલા લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયેલ કે, રાજ્ય તથા દેશમાં જિહાદી તત્વો દ્વારા ધૃણા તથા આતંકનું વાતાવરણ સર્જવાના પ્રયત્નો થાય છે તથા લવ જિહાદના બનાવોથી સમાજને આતંકી કરવા પ્રયાસો થાય છે. હિન્દુ સંગઠનોના સભ્યો તેના કાર્યકર્તાઓ તથા હિન્દુ નેતાઓ પર હુમલાઓ થાય છે. દિલ્હીમાં એક હિન્દુની હત્યા કરી તેના ૩ર ટુકડા કરાયા આવો બનાવ આતંક ફેલાવતો હોય તંત્રને વિનંતી છે કે દેશમાં ધૃણા ફેલાવતા તત્ત્વો જુદા જુદા કાર્ડ ખેલીને મુસ્લિમ સમાજને ભડકાવનારા મૌલવીઓ અને નેતાઓને નિયંત્રણમાં રાખવા ખાસ કાયદો બનાવાય. હુમલામાં પુખ્ત વયના ના હોય તેમને પણ પુખ્તગણી પગલા લેવાય, જિહાદી વિચારધારાને મદદરૃપ થતી સંસ્થાઓ પર પગલા લેવા જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag