Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ સાગરિતના નામ ઓકી નાખ્યાઃ મોરબીમાં પણ કરી છે બે ચોરીઃ
જામનગર તા.૧૯: ધ્રોલ તથા જામનગર તાલુકામાં થોડા દિવસ પહેલા થયેલી બે ઘરફોડ ચોરીની ચાલી રહેલી તપાસ દરમિયાન રામપર ગામમાં એક ખેતરમાંથી એલસીબીએ મૂળ મધ્યપ્રદેશના શખ્સને ચોરાઉ દાગીના, રોકડ, મોબાઈલ, તેલના ડબ્બા સાથે પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે પોતાના અન્ય ત્રણ સાગરિત સાથે મળી ઉપરોક્ત બે ચોરી અને મોરબીની અન્ય બે ચોરીની કબૂલાત કરી છે. રૃપિયા સવા લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા ૫ેટ્રોલિંગમાં સ્ટાફના યશપાલસિંહ, દોલતસિંહ, યોગરાજસિંહ, ફિરોઝ ખફીને બાતમી મળી હતી કે, રામપર ગામના પાટિયા પાસે એક ખેતરમાં મજૂરીકામ કરતા એક શખ્સની કેટલીક ચોરીઓમાં સંડોવણી છે.
તે બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરીની સુચના અને પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે રામપર ગામમાં દિતુભાઈ વાસકવા નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વેસતીયા ભીલસીંગ ડામરા નામના શખ્સની અટકાયત કરી હતી. હાલમાં કુકાવાવ તાલુકાના ખજુરીયા ગામમાં રહેતા આ શખ્સના કબજામાંથી સોના, ચાંદીના દાગીના, રૃા.૨૪ હજારની રોકડ, તેલનો ડબ્બો, મોબાઈલ મળી કુલ રૃા.૧,૨૫,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ઉપરોક્ત મુદ્દામાલ ઝબ્બે લઈ એલસીબીએ આ શખ્સની પૂછપરછ કરતા તેણે થોડા દિવસો પહેલા જ ધ્રોલ તેમજ પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ગામમાં ચોરી કર્યાની અને તેમાં તેના સાગરિત મધ્ય પ્રદેશના ટાંડા તાલુકાના નારસીંગ મીનાવા, સાલુભાઈ ભીલ તથા જીતન જાલીયા બામણીયા પણ સાથે રહ્યાની કબૂલાત કરી છે.
આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાતા તેણે બંધ મકાનના તાળા, નકૂચા તોડી ઉપરોક્ત ચોરી કરવા ઉપરાંત ચારેક મહિના પહેલા મોરબીમાં ઘુટુ રોડ પર એક સોસાયટીમાં બંધ મકાનમાંથી દોઢેક કિલો વજનના ચાંદીના દાગીના ચોરવા ઉપરાંત બેએક મહિના પહેલા વાંકાનેર રોડ પર એક સોસાયટીમાંથી રૃા.૮૦ હજારની રોકડની ચોરી કર્યાની કબૂલાત કરી છે.
આ શખ્સની અટકાયત કરી મુદ્દામાલ કબજે કરાયો છે અને તેનો કબજો લગત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag