Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યાર સુધી ભારતીય ટીમનું પ્રદર્શન સારૃ રહ્યું છેઃ
નવી દિલ્હી તા. ૧૯ઃ હોકી વર્લ્ડ કપમાં આજે ભારત માટે નિર્ણાયક મેચ છે, અને વેલ્સ સામે ટક્કર થશે. ભારતે આજે જીતવું અત્યંત જરૃરી છે.
ભારતીય હોકી ટીમે ૧પ મા હોકી વર્લ્ડ કપમાં અત્યાર સુધી સારૃ પ્રદર્શન કર્યું છે. સ્પેન સામે પ્રથમ મેચ જીત્યા પછી ભારતીય ટીમની બીજી મેચ ઈંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી. ભારત હવે વેલ્સ સામે તેના ગ્રુપની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. ભારતીય ટીમ પહેલેથી જ ક્રોસ ઓવર ટાઈ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેવા અને સીધા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે વેલ્સ સામેની મેચ ભારત માટે નિર્ણાયક રહેશે. મેચ સાંજે ૭ વાગ્યે શરૃ થશે. હોકી પ્રેમીઓ મેચ જોવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી જશે.
ભારતે સીધા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે તેણે વેલ્સ સામે મોટી જીત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો ભારતની જીત નાની હશે તો તેણે ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચેની મેચ ડ્રો થવા પર આશા રાખવી પડશે. જો ભારતીય ટીમ વેલ્સ સામે હારી જશે તો તે ટોપ પર આવી શકશે નહીં અને ક્રોસ ઓવર મેચ હેઠળ ક્વાર્ટર ફાઈનલમાં જવું પડશે.
ભારતીય હોકી ટીમ અત્યારે સારી લયમાં છે. તે વેલ્સની સરખામણીમાં પણ ખૂબ જ મજબૂત છે. ભારતીય ટીમે સ્પેન સામે ર-૦ થી જીત મેળવી હતી અને ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો રહી હતી. ભારતનો આગામી મેચ વેલ્સ સામે આજે સાંજે ૭ વાગ્યે રમાશે. આ મેચ ભૂવનેશ્વરમાં રમાશે. ક્રિકેટની માફક હવે હોકીની ટીમનો ઉત્સાહ વધારવા માટે ફેન્સ ગ્રાઉન્ડ પર મેચ જોવા આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag