Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પકડાયેલા આરોપીએ ચોરીની આપી કબૂલાતઃ
જામનગર તા.૧૯ ઃ ખંભાળિયામાંથી ગઈકાલે પોલીસે મૂળ સુરજકરાડીના અને હાલમાં લાલપુરના જોગવડમાં રહેતા શખ્સને ચોરાઉ બાઈક સાથે પકડી પાડ્યો છે. તેણે આ બાઈક કલ્યાણપુરમાંથી તફડાવ્યાની કબૂલાત કરી છે.
ખંભાળિયા શહેરમાં ગઈકાલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના જેઠાભાઈ, કાનાભાઈ, યોગરાજસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ ડી.એમ. ઝાલા તથા સ્ટાફે લાલપુર તાલુકાના જોગવડ ગામના રહેવાસી ગોદળ સનાભાઈ લધા નામના શખ્સને ચોરાઉ બાઈક સાથે અટકાયતમાં લીધો હતો.
મૂળ ઓખામંડળના સુરજકરાડીના વતની આ શખ્સની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત બાઈક ચોરાઉ હોવાની કબૂલાત કરી છે. પોલીસે પોકેટ કોપ એપની મદદથી ચકાસણી કરતા આ વાહનના નં.જીજે-૧૦-બીપી ૧૯૬પ હોવાનું ખૂલ્યું છે. પોલીસે રૃા.૧૫ હજારનું બાઈક ઝબ્બે લઈ આ શખ્સની પૂછપરછ હાથ ધરી છે.
આ આરો૫ીએ થોડા દિવસ પહેલા બજાજ કંપનીના ડિસ્કવર મોટરસાયકલની કલ્યાણપુર તાલુકામાંથી ચોરી કરી હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag