Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તા. ૧૯ઃ ધ્રોલ તાલુકાના વાગુદડ ગામમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા તથા ઓલ ઇન્ડિયા મેડીકલ એસોસીએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા દ્વારા સ્વ. સતુભા વેલુભા જાડેજાના સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં પચ્ચાસ ટીમોએ ભાગ લીધો હતો.
ફાઈનલ મેચ સંતકૃપા ઈલેવન તથા બાલાજી ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં સંતકૃપા ઈલેવન ચેમ્પિયન અને બાલાજી ઈલેવન રનર્સ અપ થઈ હતી.
વિજેતા ટીમોને રોકડ ઈનામ તથા ટ્રોફી આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મુખ્ય આયોજક રાજભા જાડેજા દ્વારા ખેલાડીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, નાના વાગુદડના સરપંચ યુવરાજસિંહ જાડેજા, ડાગરાના સરપંચ રાજભા જાડેજા, ખાખરાના સરપંચ કનકસિંહ જાડેજા, ગોલીટા રમેશભાઈ માખેલા, હજામચોરા સરપંચ ધમભા જાડેજા, દેડકદડના હુકુમતસિંહ જાડેજા, સગાડીયા રામદેવસિંહ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટનું સંચાલન મોટા વાગુદડની સરપંચ અનિરૃદ્ધ સિંહ જાડેજા, રેવતુભા જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અવિરાજસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, રૃસિરાજસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, મંદિપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બલદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તેમજ મોટા વાગુદડ ગામના યુવાઓની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. કારાભાઈ, વસંતભાઈએ એમ્પાયર તરીકે સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag