Advertisement
Author: નોબત સમાચાર

હેડલાઈટમાં આંખ અંજાઈ જતા સર્જાઈ કરૂણાંતિકાઃ કાર-ટ્રક અથડાતા ૯ ના મોત

.

મુંબઈ તા. ૧૯ઃ મુંબઈ-ગોવા હાઈ-વે પર કાર-ટ્રકની ટક્કરમાં ૯ ના મોત થયા છે. આ ઘટના આજે સવારે લગભગ પ-૩૦ વાગ્યે બની હતી, જો કે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે.

આજે પરોઢિયે મુંબઈ-ગોવા હાઈ-વે પર એક કરૃણાંતિકા સર્જાઈ હતી. અહીં કાર અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં નવ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં, જ્યારે એક ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર અકસ્માતની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૃ કર્યું હતું. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકને કારમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાયગઢ જિલ્લાના માનગાંવ નજીક મુંબઈ-ગોવા હાઈ-વે પર આજે સવારે લગભગ પ-૩૦ વાગ્યે બની હતી. નવ લોકો ઈકો કારમાં મુંબઈથી ગોવા જઈ રહ્યા હતાં. દરમિયાન સામેથી આવતી ટ્રકની હેડલાઈટના પ્રકાશથી કારના ચાલકની આંખો અંજાઈ ગઈ હતી. જેના કારણે કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને થોડી જ વારમાં કાર પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર નવ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે, જો કે આ જ કારમાં સવાર ચાર વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ બચી ગયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ મુંબઈ-ગોવા હાઈ-વે પપર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. ખાસ કરીને કોંકણ તરફ જતા રોડ પર દરરોજ અકસ્માતો થાય છે. પરિસ્થિતિને જોતા હાઈ-વે ઓથોરિટી દ્વારા આ હાઈ-વે પર સાઈનેજ અને બોર્ડ લગાવવાની કામગીરી શરૃ કરવામાં આવી છે, પરંતુ સ્પીડ પર નિયંત્રણના અભાવે અકસ્માતો ઓછા થઈ રહ્યા હોવાનું તારણ નીકળી રહ્યું છે, અને મોટા વાહનોની હેડલાઈટોને લઈને પણ ચર્ચા થવા લાગી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh