Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯ઃ કમરના દુઃખાવાનો જ્યારે ઊંડાણમાં અભ્યાસ કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે મિકેનિકલ બેક પેઈન (કમરનો દુઃખાવો) સામાન્ય રીતે લોકોમાં જોવા મળતો હોય છે. ઘણી વખત આપણે આસપાસના લોકો ગાદી દબાઈ જવી, ગાદી ફાટી જવી, ગાદી બહાર નીકળી જવી, બે મણકા વચ્ચે જગ્યા ઘટી જવી એવા શબ્દસમૂહોનો પ્રયોગ કરતા સાંભળીએ છીએ. જ્યારે તેને પૂછવામાં આવે ત્યારે તેઓ જણાવે છે કે તેમના ડોક્ટરે તેમનું આ પ્રકારનું નિદાન કર્યું છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે કમરના દુઃખાવા અંગે આપણે ત્યાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આપણે ઘણે બધે સાંભળીએ છીએ કે કમરના મણકા બેસાડો એટલે તેમાં રહેલા ખરાબ સંગઠન (અલાઈમેન્ટ) ને સાચું કરો. કમરના નીચેના ભાગમાં માત્ર પાંચ મણકા (૧, ર, ૩, ૪, પ) આવેલા હોય છે. વાસ્તવમાં કાઈરોપ્રેક્ટર (અમેરિકા) માં કમરના મણકા પર પ્રેક્ટિસ કરતા ડોક્ટર પણ એ નથી જાણી શકતા કે તે સાચે જ તેનું એલાઈમેન્ટમાં સારવાર પછી કેટલો સુધારો થયો. સામાન્ય રીતે મોટાભાગના લોકો કમરનો દુઃખાવો થાય એટલે એમઆરઆઈ રિપોર્ટ કરાવતા હોય છે. તેમના મત પ્રમાણે એવું માનવામાં આવે કે એમઆરઆઈના રિપોર્ટથી તેના દુઃખાવાનું નિદાન થઈ શકશે, પરંતુ ઈન્ટરનેશનલ સ્ટડી પ્રમાણે એવું સાબિત થયેલું છે કે એમઆરઆઈને ખૂબ જ ખરાબ નિદાન કરવાની રીત માનવામાં આવે છે. મેડિકલમાં તેને ન્ર્ેજઅ ડ્ઢૈટ્ઠખ્ત-ર્હજંૈષ્ઠ ્ર્ર્ઙ્મ કહેવાય છે. આની પાછળનું કારણ એ છે તે મોટાભાગના દર્દીમાં એમઆરઆઈના રિપોર્ટમાં જે નિદાન લખવામાં આવે છે, એ પોતે રોગનું કે દુઃખાવાનું કારણ હોતું જ નથી. તેને લીધે ઘણીવાર તેની અસર સારવારમાં પણ પડતી હોય છે. એટલે એવું કહેવાય કે એમઆરઆઈ રિપોર્ટ પછીની સારવાર પહેલા દર્દીને થતી તકલીફની સારવાર થવી જોઈએ. ઘણી વખત આવી જ રીતે ઓથપિડિક/સ્પાઈન સર્જન કમરના દુઃખાવા માટે કમરની સર્જરી (સ્પાઈન ફ્યુઝન) કરવાની સલાહ આપતા હોય છે. તેમના મત પ્રમાણે દુઃખાવાનું કારણ કમરની વચ્ચે રહેલી ગાદી તથા તેની નસો પર થતું દબાણ હોય છે. આ સર્જરીઓથી તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય છે, પરંતુ એક સ્ટડી પ્રમાણે કોઈપણ દર્દી સર્જરી પછી પ૦ ટકાથી વધારે કમરના દુઃખાવા કે પગમાં ખાલી ચડવામાં કે થતી ઝણઝણાટીમાં ફાયદો થતો હોય એવું જોવા ઓછું મળતું હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag