Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૦૧ ની ર૬ જાન્યુ.ના ભયાનક ભૂકંપની યાદ અપાવી
ભૂજ તા. ૧૯ઃ કચ્છમાં ફરી એક વખત ભૂંકપનો આચકો અનુભવાયો હતો અને ભૂકંપની તીવ્રતા ૩ ની મપાઈ હતી. આજે સવારે ૯ વાગયે અને ૧૭ મિનિટે આ આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૭ કિલોમીટર દૂર હતું.
કચ્છમાં વારંવાર ધરતી ધ્રુજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભૂકંપનો આચકો અનુભવાયો હતો. આજે સવારે ૯ વાગ્યે અને ૧૭ મિનિટે આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા ૩ ની મપાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૭ કિલોમીટર દૂર જણાવાયું હતું.
વર્ષ ર૦૦૧ માં ર૬ મી જાન્યુઆરીએ જ કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભૂકંપના આચકાથી સ્થાનિક લોકોએ ર૦૦૧ ના ભૂકંપ જેવો અનુભવ કર્યો. ભૂકંપના આંચકાનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતાં.
આ અગાઉ ૧૧ મી જાન્યુઆરીએ ૧૦-પ૭ વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે પણ ર.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. ભચાઉથી ૧૬ કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદ હોવાનું જાણવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag