Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ૧પ વર્ષ જુના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે રદ્

મોટર વ્હીકલ એક્ટમાં સુધારાનું કદમઃ

નવી દિલ્હી તા. ૧૯ઃ દેશમાં ૧પ વર્ષ જુના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ્ કરવું પડશે. આ માટે સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો અમલમાં મૂકવા જઈ રહી છે.

દેશભરમાં પ્રદૂષણને અંકુશમાં લેવા અને પરીવહન અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટમાં સુધારાની સૂચના જરૃરી કરી હતી, જે મુજબ ૧પ વર્ષથી જુના તમામ સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ્ કરવામાં આવશે. જે વાહનોનું રજિસ્ટ્રેશન (૧પ વર્ષથી વધુ) રીન્યુ કરવામાં આવ્યું છે તે પણ આપમેળે રદ્ થયેલ ગણવામાં આવશે.

આવા તમામ જુના વાહનોનો રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર પર નિકાલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારના વાહનો, રાજ્ય સરકારોના વાહનો, કેનદ્રશાસિત પ્રદેશોના વાહનો, કોર્પોરેશનના વાહનો, રાજ્ય પરિવહનના વાહનો, પીએસયુએસ (જાહેર ક્ષેત્રના ઉપક્રમો) અને સરકારી સ્વાયત સંસ્થાઓના વાહનો ૧પ વર્ષથી વધુ જુના તમામ વાહનોને સ્ક્રેપ કરવાના રહેશે, જો કે આમાં સેનાના વાહનો સામેલ નથી. આ નવો આદેશ ૧ એપ્રિલ, ર૦ર૩ થી લાગુ થશે. નોંધપાત્ર રીતે ગયા વર્ષે નવેમ્બરમાં, માર્ગ પરિવહન મંત્રાલયે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના તમામ ૧પ વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે.

કોર્પોરેશન અને વાહનવ્યવહાર વિભાગની બસો અને વાહનોને પણ આ નિયમ લાગુ કરવા જણાવાયું હતું. ત્યારપછી સરકારે ડ્રાફ્ટ પર ૩ દિવસમાં સૂચનો અને વાંધા માંગ્યા હતાં. હવે સરકાર આ નિયમ લાગુ કરવા જઈ રહી છે. ગયા નવેમ્બરમાં કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ૧પ વર્ષથી વધુ જુના સરકારી વાહનોને જંકમાં ફેરવી દેવામાં આવશે અને લગતી નીતિ રાજ્યોને મોકલી દેવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ એક ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ ૧પ વર્ષથી વધુ જુના ભારત સરકારના તમામ વાહનોને જંકમાં ફેરવવામાં આવશે. મેં આ નીતિ તમામ રાજ્યોને પણ મોકલી છે, તેઓએ પણ તેને અપનાવવી જોઈએ'.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh