Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસામીએ છોડી દેવું પડ્યું વતનઃ
ખંભાળિયા તા.૧૯ ઃ ખંભાળિયાના એક આસામીને કેટલાક વ્યાજખોરોએ તેઓની રૃપિયા ચારેક કરોડની મિલકતો પચાવી પાડી ગામ છોડવા મજબૂર કરતા હાલમાં અમદાવાદ ચાલ્યા ગયેલા આ આસામીએ ન્યાયની અરજ ગુજારી છે.
ખંભાળિયામાં દસેક વર્ષ ૫હેલા વસવાટ કરતા રમણીકભાઈ નાનજીભાઈ સામાણીના પુત્ર હાર્દિકભાઈ સામાણી ખંભાળિયામાં જ હાર્દિક ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હતા. તેઓને કેટલાક વ્યાજખોરોએ અસહ્ય ત્રાસ આપતા આ આસામીએ પત્ની તથા પુત્રી સાથે ગામ મૂકી દેવું પડ્યું હતું. તેઓએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્યના મુખ્ય પોલીસવડા તેમજ દ્વારકાના જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી વ્યાજખોરો સામે કડક પગલાંની માંગણી કરી છે.
તેઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ અગાઉ રૃા.ચારેક કરોડની મિલકત ધરાવતા હાર્દિકભાઈ હાલમાં અમદાવાદમાં મંડપ તથા ડેકોરેશનનું મજૂરીકામ કરી ભાડાના મકાનમાં વસવાટ કરે છે અને વ્યાજખોરો હાલમાં પણ અમદાવાદમાં તેઓને રહેવા દેતા નથી. ખંભાળિયાના ચુનારાવાસમાં તેઓના પિતાના નામની દુકાન હતી. તે દુકાનનો સોદાખત વર્ષ ૨૦૧૨માં રાજેન્દ્રસિંહ મોડજી જાડેજાએ કરાવી લીધો હતો. ત્યાં જ આવેલી મોટાભાઈ રવિ સામાણીની બીજી દુકાન પ્રભાતસિંહ ચંદુભા જાડેજા નામના વ્યાજખોરે લખાવી લીધી હતી અને હાર્દિકભાઈ પાસેથી કોરા ચેક લઈ તેમની મોટર વ્યાજમાં પડાવી લીધી હતી. તે ઉપરાંત જોધપુર નાકા પાસે રાજડા તેજલ શોપીંગ સેન્ટરમાં રહેલી તેઓની બે દુકાન વ્યાજખોર હરપાલસિંહ ચંદુભા જેઠવાએ દસ્તાવેજ કરાવી પડાવી લીધી છે.
હાર્દિકભાઈની રાજડા રિયાલીટી પ્રા.લિ.માં આવેલી બે દુકાન મુન્નો ઉર્ફે ટકો જાડેજા અને પૂર્વ પોલીસમેનના પુત્ર ઉપેન્દ્રસિંહ જાડેજાએ તાળા તોડીને પચાવી પાડી અંદર પડેલા ખાતરને વેચી નાખ્યું છે. અન્ય બે દુકાન જગુભાઈ રાયચુરાના કહેવાથી તેમના ભાગીદાર એવા ગઢવીએ પોતાના નામે દસ્તાવેજ કરાવી લીધો છે. મહાપ્રભુજીનગરમાં હાર્દિકભાઈએ ખરીદેલું મકાન, નવાપરામાં આવેલું તેમના ભાઈનું મકાન, તેમના માતાના નામનું એક મકાન પચાવી પાડવામાં આવ્યું છે. વ્યાજખોર પરબત ગઢવી તેમની પાસેથી વીસ ટકા લેખે વ્યાજ વસૂલ કરતો હતો. તે ઉપરાંત મૂળ ખંભાળિયાના અને હાલમાં રાજકોટમાં રહેતા મિતેશ પંચમતીયા નામના શખ્સે પણ દસ ટકા લેખે વ્યાજ વસૂલ્યું હતું. ઉપરોક્ત તમામ વ્યક્તિઓના નામજોગ રજૂઆત કરી હાર્દિકભાઈએ તેમની સામે પગલાં ભરવા અરજ ગુજારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag