Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાયો મેગા જોબ ફેરઃ ૩૦ નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા

કલેકટર અને રોજગાર અધિકારીની ઉપસ્થિતિઃ ૭૦૦ યુવક-યુવતીઓએ લીધો લાભ

મદદનિશ નિયામક રોજગાર કચેરી, જામનગર અને મોડેલ કેરીયર સેન્ટર જામનગર દ્વારા આજે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી.ડેપો સામે આઈટીઆઈ કેમ્પસમાં આ મેગા જોબફેર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રોજગાર કચેરીના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મેગાજોબ ફેરમાં શહેર જિલ્લાની ૩૦ કંપનીઓના અધિકારીઓ નોકરી દાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ માટે ૭૦૦ જેટલા યુવક-યુવતીઓ આવ્યા હતાં. જેમાંથી દરેકની લાયકાત તપાસી નોકરીની ઓફર કરવામાં આવી હતી અને અનેક યુવાઓને નોકરી આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh