Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળની યોજાઈ બેઠક
ખંભાળિયા તા.૧૯ઃ તાજેતરમાં અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મંડળની મિટિંગમાં પ્રમુખ નારણભાઈ પટેલની અધ્યક્ષતામાં નવા પ્રમુખ તરીકે ડો.શંકરસિંહ રાણા તથા તથા મહામંત્રી ડો.પ્રિયવદન કોરાટની નવી ટીમ આવી હતી તે પછી રાજયમાં બે શાળા સંચાલક મંડળો એક થાય તે માટે બન્ને મહામંડળના આગેવાનો મનુભાઈ રાવલ તથા ભાસ્કરભાઈ પટેલ સાથે વાત કરી નક્કી કર્યા મુજબ જેતપુરમાં બેઠક યોજવામાં આવી હતી.
મિટિંગમાં આ બન્ને આગેવાનોના આવતા તથા ફોન પણ ના ઉપાડવામાં આવ્યા હોય સૌરાષ્ટ્રના અગિયાર મંડળો રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, અમરેલી જિલ્લો, જુનાગઢ શહેર તથા જુનાગઢ જિલ્લો, ગીર-સોમનાથ જિલ્લો, મોરબી જિલ્લો, જામનગર શહેર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંચાલક મંડળના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને બન્ને મંડળો એક થઈને શાળા સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે ખાસ પ્રયત્નો માટે અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજયના સંચાલક મંડળના હોદ્દેદારો દિલીપભાઈ ચૌધરી, ધવલસિંહ ઝાલા, ડો.શંકરસિંહ રાણા, ડો.પ્રિયવદન કોરાટ, કનુભાઈ સોરઠીયા, મહેન્દ્રસિંહ ઝાલા, દિનેશભાઈ ભુવા, ઘનશ્યામસિંહ ઝાલા, મેસુરભાઈ રાવલીયા વિ. ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag