Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૯૫ લાખથી વધુનો દંડ વસુલ
જામનગર તા.૧૯ઃ જોડીયા પંથકમાં થતી ખીનજ ચોરી અંગે ની ફરિયાદ નાં અનુસંધાને સમયાંતરે દંડનીય અને ચેકિંગ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું ખાણ-ખનીજ વિભાગે જણાવ્યું છે.
જામનગરનાં પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન અનવર સંધાર એ ખાણ ખનીજ વિભાગ સમક્ષ રજુઆત કરી હતી કે જોડીયા પંથકમાં બેફામ ખનીજચોરી થઈ રહી. તેનાં પ્રત્યુતરમાં ભૂસ્તર શાસન કચેરીનો અધિકારીએ જણાવ્યું કે મે-૨૦૨૨ થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહનાં ૪૭ કેસ કરવામાં આવ્યા હતાં અને ૯૫.૦૭ લાખ રૃપિયાની દંડનીય વસુલાત કરવામાં આવી હતી. કચેરીની ટીમ દ્વારા આઠ માસમાં નવ વખત તિનેત પ્રોજેક્ટ હેઠળ જોડીયા - ધ્રોલ વિસ્તારને લાગુ પડતી ઉંડ-નદી નાં પટમાં ડ્રોન દ્વારા ચેકિંગ પણ કરવામાં આવ્યું. વધુમાં રજુઆત કરતા જણાવ્યું કે ડોબર નદીમાંથી બેફામ રેતી ચોરી થઈ રહી છે. તે અંગે પણ તપાસ કરી યોગ્ય પગલા લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag