Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક દીકરીઓના જીવનપથ પ્રજ્જવલિત કરનાર
જામનગર તા. ૧૯ઃ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ કન્યા કેળવણીનો વ્યાપ વધે તેવા દૂરંદેશી વિચાર સાથે જામનગરના રાજવી જામરણજીતસિંહના શાસન કાળ દરમિયાન માઁ શ્રી સજુબા કન્યા વિદ્યાલયનો પાયો નંખાયો. તા. ૧ર જાન્યુઆરી, ૧૯૩૬ ના સ્થપાયેલી આ ગર્લ્સ હાઈસ્કૂલના ૮૭ વર્ષ પૂર્ણ થતાં શાળાના આચાર્યાશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરી આ જાજરમાન શાળાના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી હતી.
આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્ત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ પૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે. તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા વર્ણવવામાં આવી હતી. આ તકે શાળા દ્વારા માર્ચ ર૦રર માં ધો. ૧૦ અને ૧ર મા બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને આ જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતાં. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રી બીનાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છાઓ તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્રના સ્ત્રી કેળવણીના પાયા સમાન શાળા એટલે માઁ શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ
રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-કન્યાનું સહશિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલવાનું પસંદ કરતા ન હતાં આથી કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામરણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૃ થયેલ. ઈ.સ. ૧૯૩૬ ની ૧ર મી જાન્યુઆરીના શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીના પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીની જન્મ જયંતી જેવા પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના વરદ્ હસ્તે આ શાળાનો પ્રારંભ થયેલ. તાજેતરમાં ૮૭ વર્ષ પૂર્ણ કરી ૮૮ મા વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાની શાખ રૃપે અડીખમ ઊભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag