Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નાના વડાળામાં શ્રમિક યુવતીનું અકળ કારણથી વિષપાનઃ પિતાનું નોંધાયું નિવેદન

ઓખામંડળના રાજપરામાં પરિણીતાની આત્મહત્યાઃ

જામનગર તા.૧૯ ઃ કાલાવડના નાના વડાળા ગામમાં ચારેક દિવસ પહેલા એક શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લીધા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઓખામંડળના રાજપરા ગામના પરિણીતાએ વિષપાન કરી જિંદગીનો અંત આણ્યો છે. આ પરિણીતા માનસિક બીમારીથી પીડાતા હતા.

કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટા અંબેલા ગામના શિતલબેન મહેશભાઈ કટારા નામના ૨૨ વર્ષના આદિવાસી યુવતીએ કોઈ અકળ કારણથી ગયા શુક્રવારે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિ૫જ્યું છે. કાલાવડ તાલુકાના મછલીવડ ગામમાં એક ખેતરમાં મજૂરી કામ કરતા તેમના પિતા મહેશભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસને જાણ કરી છે. આ યુવતી હાલમાં રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એક ખેતરમાં મજૂરીકામ કરતા હતા અને બનાવના દિવસે નાના વડાળા ગામે આવ્યા હતા જ્યાં તેણીએ આ પગલું ભરી લીધું હતું. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર જી.આઈ. જેઠવાએ પિતા મહેશભાઈનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા રાજપરા ગામમાં રહેતા માછીમાર રઝાકભાઈ અબ્દુલભાઈ ચાવડાના પત્ની આશિયાનાબેને ગઈ તા.૧ના દિને ઝેરી દવા પી લીધી હતી. આ મહિલાનું સારવારમાં મૃત્યુ થયું છે. પતિ રઝાકભાઈનું પોલીસે નિવેદન નોંધ્યુું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની માનસિક બીમારીથી પીડાતા હતા. તેમને સારવાર અપાવવામાં આવી રહી હતી. તે દરમિયાન ગઈ તા.૧ના દિને આશિયાનાબેનના પિતા મળવા માટે પુત્રી પાસે આવ્યા હતા ત્યારે તેમના ઘરે આંટો મારવા જવાનું કહ્યા પછી તેણીએ દવા પી લીધી હતી. પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh