Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના તમામ પ્રવેશદ્વારો પર કરાયું ચેકીંગઃ રેન્જ આઈજીની ઉ૫સ્થિતિમાં મોકડ્રીલ યોજી પોલીસની ચકાસાઈ સતર્કતાઃ
જામનગરમાં ગઈકાલે ૫ોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન જામનગર શહેરમાં હથિયારો સાથે ત્રણ આતંકવાદી ઘૂસી રહ્યા હોવાની બાતમી મળતા રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે સિટી-ડીવાયએસપી વરૃણ વસાવા, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના વડપણ હેઠળ સઘન ચેકીંગ શરૃ કર્યું હતું. તે દરમિયાન શહેર સાથે જોડાયેલા તમામ ધોરીમાર્ગાે પર સતર્ક નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન સમર્પણ સર્કલ પાસેથી એક શંકાસ્પદ મોટર પસાર થઈ હતી. તે મોટરને રોકવાનો ઈશારો કરાતા તે મોટર પુરપાટ ઝડપે નાસી હતી. તેનો પોલીસે ફિલ્મીઢબે પીછો શરૃ કર્યા પછી તે મોટર સરૃ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટરમાં ઘૂસી હતી. તે પછી તે મોટરને ઘેરી લઈ પોલીસે તલાશી લેતાં તેમાંથી ત્રણ આતંકવાદી ત્રણ હથિયાર અને બે બોમ્બ સાથે મળી આવ્યા હતા. તે કાર્યવાહી પૂર્ણ થયા પછી રેન્જ આઈજીએ મોકડ્રીલ હોવાનો ખૂલાસો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag