Advertisement
Author: નોબત સમાચાર

અફઘાનિસ્તાનમાં ઠંડીના કારણે આઠ દિ' માં ૭૦ લોકો અને ૭૦ હજાર પશુઓના મૃત્યુ

તાપમાનનો પારો માઈનસમાં ઃ હાલાકી સાથે હાહાકાર

કાબુલ તા. ૧૯ઃ અફઘાનિસ્તાનમાં ઠંડીના કારણે આઠ દિ' માં ૭૦ લોકો અને ૭૦ હજાર પશુઓના મૃત્યુ થતા હાહાકાર મચ્યો છે.

હાલમાં અફઘાનિસ્તાનમાં ભયંકર ઠંડી પડી રહી છે. સ્થિતિ એ છે કે પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. આ કારણે દેશભરમાં મોટી સંખ્યામાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આટલી ભયાનક ઠંડી કયારેય પણ પડી નથી. અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણાં દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં ૧૦ જાન્યુઆરીથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ અહીં પારો માઈનસ ૩૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારમાં અને બર્ફિલાવાળા વિસ્તારમાં ઠંડીથી બચાવવા માટે કોલસાના હિટર લગાવવામાં આવી રહ્યા છે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે ઠંડી હજુ પણ વધારે સમય સુધી રહેવાની સંભાવના છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૮ દિવસમાં ૭૦ લોકો અને ૭૦,૦૦૦ પશુઓના મોત થયા છે.

ઠંડીના કારણે ગરીબ વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ઠંડીથી બચવા માટે સરકાર દ્વારા પ્રગટાવવામાં આવેલા બોનફાયરની નજીક ઉમટતા જોવા મળી રહ્યા હતાં. અમેરિકાની સેના હટી ગયા બાદ અને તાલિબાનીઓના સત્તા સંભાળ્યા પછી દેશમાં આ બીજો શિયાળો છે.

જો કે જ્યારથી તાલિબાનોએ સત્તા સંભાળી છે ત્યારથી યુએસએસ્ મુખ્ય રાષ્ટ્રીય સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે. જેના કારણે દેશમાં મોટું સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં લોકો ભારે આર્થિક તંગીનો અને ગરીબીનો પણ સામનો કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh