Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિહિપ, બજરંગદળ દ્વારા કલેક્ટરને આવેદન અપાયુંઃ
જામનગર તા. ૧૯ઃ દક્ષિણ આસામના કરીમગંજ જિલ્લાના લોવિપરા બજરંગ દળના કાર્યકર શંભુ કૈરી અને ૯ જેટલા કાર્યકર્તાઓની છેલ્લા બે વર્ષમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ જેહાદી તત્ત્વોના ષડ્યંતર ખુલી રહ્યા છે, ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શહેરના બેડીગેઈટ વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દદારોએ ગઈકાલે આતંકવાદ વિરોધી સૂત્રોચારો કર્યા હતાં,અને આ ઉપરાંત આતંકવાદના પૂતળા પર બજરંગ દળના કાર્યકરોએ થૂંકીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવી બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપર થઈ રહેલા હુમલાને વખોડી, તાત્કાલિક પગલાં લેવાની વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જામનગરમાં આતંકવાદ વિરોધી દેખાવોના કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયા, સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરિયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, બજરંગ દળના જામનગર વિભાગ સંયોજક સંજયસિંહ કંચવા, જિલ્લા સંયોજક હિરેનભાઈ ગંઢા, સહસંયોજક ભૈરવભાઈ, ગૌરક્ષા સંયોજક ધમભાવાળા વિગેરે જોડાઈને કેન્દ્ર સરકાર પાસે ધ્રુણા ફેલાવનાર મુલ્લા મૌલીનો તેમજ નેતાઓ સામે કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag