Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈબીઆઈના પૂર્વ ગવર્નરનું મૂલ્યાંકનઃ
નવી દિલ્હી તા. ૧૯ઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે. તેમણે ગયા મહિને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી યુવાન અને જીજ્ઞાસુ વ્યક્તિ છે, અને પપ્પુ નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે. રઘુરામ રાજને પોતાના બચાવમાં કહ્યું કે રાહુલ ગાંધી એક સ્માર્ટ વ્યક્તિ છે, પપ્પુ નથી. રઘુરામે ગયા મહિને રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો.
તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની 'પપ્પુ' છબિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. એક ઈન્ટરવ્યૂમાં રઘુરામ રાજને કહ્યું કે તેમને લાગે છે કે રાહુલની ઈમેજ દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ કોઈપણ રીતે 'પપ્પુ' (મૂર્ખ) નથી. તે એક સ્માર્ટ, યુવાન, જીજ્ઞાસુ છે. પ્રાથમિક્તાઓ શું છે, બુનિયાદી જોખમ અને તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતાની સારી સમજ હોવી મહત્ત્વપૂર્ણ છે અને રાહુલ આ બધી બાબતોમાં સક્ષમ છે.
રઘુરામ રાજને એ પણ ખુલાસો કર્યો કે તેઓ રાહુલ ગાંધી સાથે એટલા માટે ચાલ્યા કારણ કે તેઓ ભારત જોડો યાત્રાના મૂલ્યો માટે ઊભા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રની આર્થિક નીતિઓની ટીકા પર રઘુરામ રાજને કહ્યું કે તેઓ મનમોહનસિંહની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારની પણ ટીકા કરતા હતાં અને ચૂંટણીના રાજકારણમાં તેમના પ્રવેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતાં.
રઘુરામે સ્પષ્ટ કહ્યું કે તેઓ ભારત જોડો યાત્રામાં એટલા માટે જોડાયા કારણ કે તેઓ યાત્રાના મૂલ્યો માટે ઊભા રહેવા માગતા હતાં, પરંતુ તે કોઈ રાજકીય પક્ષમાં જોડાવા માંગતા નથી. તેણે સ્પષ્ટ કહ્યું કે તેનું એવું કોઈ મન નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag