Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૨ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંલગ્ન સંસ્થાઓ સાથે નવનિયુક્ત મ્યુનિસીપલ કમિશનર ડી.એન. મોદીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની પ્રવૃત્તિઓનો અહેવાલ તથા જામનગરના પ્રશ્નોમાં શહેરની ફરતે રીંગ રોડ બનાવવા, ડી.પી./ટી.પી. રોડ બાબત, લાલપુર ચોકડી પર મંજુર થયેલ ફ્લાય ઓવરબ્રીજ તથા સર્વિસ રોડનું કામ તેમજ જામનગરમાં ચાલતા સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીના ફ્લાય ઓવરબ્રીજનું કામ ઝડપભેર પૂર્ણ કરવા તથા ત્યાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા, હાપા ઉદ્યોગનગરમાં ફાયર સ્ટેશન સ્થાપવા તથા વરસાદી પાણીના નિકાલની કાયમી સમસ્યા દૂર કરવા તેમજ હાલ શહેરમાં ચાલતા ફ્લાય ઓવર બ્રીજના કામને ધ્યાને લઈ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અંદાજે ર૦ વર્ષથી મંજુર થયેલ સ્મશાન ચોકડીથી બેડીબંદર સુધીના માર્ગને જોડતા ડી.પી. રોડનું કામ ચાલુ કરવા ખાસ તાતિ જરૃરિયાત બાબત રજૂઆત કરી હતી. ચેમ્બરના ઓડીટર તુષારભાઈ વી. રામાણીએ જામનગર ચેમ્બરનો પરિચય આપેલ હતો તેમજ નવનિયુક્ત કમિશનર ડી.એન. મોદીનો પરિચય ચેમ્બરના ખજાનચી અજેશભાઈ વી. પટેલે આપ્યો હતો.
આ તકે જામનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનરનું ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજા, મંત્રી અક્ષતભાઈ વ્યાસ, સહમંત્રી કૃણાલભાઈ વી.શેઠ, ઓડીટર તુષારભાઈ વી. રામાણી, ખજાનચી અજેશભાઈ વી. પટેલ, ચેમ્બરની જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક પેનલના ચેરમેન મિતેષભાઈ એ. લાલ, પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર એચ. લાલ, નાથાભાઈ વી. મુંગરા, નિરૃભાઈ બારદાનવાલા તથા ચેમ્બર સંલગન એસો.ના હોદ્દેદારો પૈકી જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના ઉપપ્રમુખ સુરેશભાઈ હીરપરા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, જામનગર એક્ઝિમ મેટલ મર્ચન્ટ એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષી, જામનગર ઈલેકટ્રિક કોન્ટ્રાક્ટર એન્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ નિલેશભાઈ કગથરા, કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશ્નર એસો. વતી પ્રકાશભાઈ ઝવેરી, જામનગર કેરોસીન એલડીઓ ડીલર્સ એસો. વતી વિપુલભાઈ કોટક, જામનગર ટેક્સ કન્સલટન્ટ એસો. વતી ઓનઅલીભાઈ મોદી, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો. વતી હસમુખભાઈ સંઘાણી, જામનગર ઈલેક્ટ્રોપ્લેટર્સ એસો.ના મંત્રી સુનિલભાઈ મામતોરા, જામનગર હાર્ડવેર મેન્યુ. એસો.ના મનસુખભાઈ સાવલા, જામનગર બારદાનવાલા એસો.ના ઉપપ્રમુખ નવીનભાઈ દામા, જામનગર ટેક્સ બાર એસો.ના પ્રેમભાઈ ઠક્કર તથા જામનગર બાંધણી હસ્તકલા એસો. વતી વિબોધભાઈ શાહએ પુષ્પગુચ્છથી મહેમાનનું સન્માન કર્યું હતું.
જામનગર મહાનગર પાલિકાના કમીશનર ડી.એન. મોદીએ તેમના પ્રતિભાવમાં જણાવેલ કે જામનગર શહેરમાં મેં અગાઉ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવેલ છે જેથી જામનગરથી પરિચિત છું. મને ફરીથી જામનગરમાં કામ કરવાની તક મળેલ છે તેથી જામનગરની વધુ સારી રીતે સેવા કરી શકીશ અને જામનગરને મોટા ગામડામાંથી શહેર બનાવવા સાથે પ્રયત્ન કરાશે. જામનગર એક સુંદર શહેર છે તેને હજી વધુ સુંદર બનાવવા સ્માર્ટ સિટી બનાવવા સૌએ સાથે મળી પ્રયત્નો કરવા પડશે. વધુમાં જામનગરમાં રીંગ રોડ બનાવવા દરિયા કિનારેથી એક રોડ સીધો નીકળી શકે તેમ છે તે માટે પ્રયત્નો કરીશું. લાલપુર ચોકડી પર નિર્માણ પામનાર ફ્લાય ઓવર બ્રીજ તેમજ જામનગરમાં હાલ બની રહેલ ફ્લાય ઓવર બ્રીજનું કામ સમયસર પૂર્ણ થાય તે માટે પ્રયાસો ચાલુ છે જેથી લોકોને વધુ મુશ્કેલી ન પડે, ડી.પી. રોડ ખોલવા ચોક્કસ પ્રાથમિક્તા હોવી જોઈએ, સમર્પણ પાસે સર્કલ બનાવવા ચર્ચા ચાલુ છે, પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે તેમ છતાં લોકોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવશે, પરંતુ આ તમામ સુવિધાઓ માટે શહેરીજનોએ પણ સમયસર વેરો ભરી સાથ-સહકાર આપવો પડશે. હાલ વ્યાજ માફી યોજના ચાલુ છે તેનો લાભ લઈ જે લોકોનો વેરો બાકી છે તેને ભરી આપવા જણાવેલ હતું તેમજ ભૂગર્ભ ગટર કનેક્શન લેવામાં પણ લોકોએ સહકાર આપવો જોઈએ તથા ખાસ કરીને ઉદ્યોગનગરમાં ઉદ્યોગકારો દ્વારા જે ડીસ્ચાર્જ પાણી છોડવામાં આવે છે તેને બદલે તેનું યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા નિકાલ લાવવા વ્યવસ્થા કરવી જોઈએ. વેપારીઓ-ઉદ્યોગકારોએ તેમના ધંધાના સ્થળે કચરાના નિકાલ માટે ડસ્ટબીન મૂકવા જોઈએ. આ તકે તેમણે ચેમ્બર દ્વારા કરવામાં આવેલ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા તેમના તરફથી શહેરના વિકાસના તથા જન સામાન્યના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા ખાત્રી આપેલ હતી.
આ પ્રસંગે ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ નવનિયુક્ત કમિશનર ડી.એન. મોદીને સ્મૃતિરૃપે મોમેન્ટો અર્પણ કરેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા કાર્યક્રમના અંતે આભારદર્શન ચેમ્બરના સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial