Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુઝિયમ સસ્ટેઈનઈબિલીટી એન્ડ વેલબિઈંગ થીમ હેઠળ
જામનગર તા. ૨૨ઃ રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, રાજ્ય સરકાર હેઠળના પુરાત્વીય સંગ્રહાલય, જામનગરમાં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે તા.૧૮મેના વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ ૨૦૨૩ માટે આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા વિશ્વ સંગ્રહાલય દિવસ-મ્યુઝિયમ સસ્ટેઈનઈબિલીટી એન્ડ વેલબિઈંગ થીમ આધારીત ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર પુરાતત્વીય સંગ્રહાલયમાં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણીના ભાગરૃપે પીસ્તા આર્ટ વર્કશોપ અને ક્યુરેટર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૮થી ૧૬ વર્ષની ઉંમરના ૨૨ બાળકોને સેજલ આશર દ્વારા પીસ્તાના વધેલા ફોતરા અને વોટ કલરમાંથી બર્ડ ડેકોરેશન બનાવવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું.
પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી દ્વારા ક્યુરેટર ટોકમાં જણાવવામાં આવ્યું હતું કે, આ દિવસે ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા, શિક્ષા, સંસ્કૃતિ, વિરાસતનું સંરક્ષણ અને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. વર્ષ ૧૯૭૭માં આંતરરાષ્ટ્રીય પરિષદ એટલે કે યુ.એન. દ્વારા તા.૧૮ મેના સૌપ્રથમ વખત વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે બાળકો અને મુલાકાતીઓને સંગ્રહાલયના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા.
વર્કશોપમાં કર્મચારીગણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમ ક્યુરેટર ડો. ધીરજ વાય. ચૌધરી, જામનગર પુરાતત્વીય સંગ્રાહીયની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial