Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૨ઃ સગર્ભા માતાની સારસંભાળ માટે દ મહિને સ્ત્રી રોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવાની થાય છે. તાલુકા હેલ્થ ઓફિસર ભાણવડ ડો. પ્રકાશ ચાંડેગ્રાના માર્ગદર્શનથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરમાં સગર્ભા બહેનોના તપાસ માટે કેમ્પનું આયોજન કરાયું હતું.
જામ ખંભાળીયાના શ્રીજી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ચંદ્રકાંત જાદવ દ્વારા સગર્ભમાતાની નિઃશુલ્ક તપાસ, નિદાન અને આરોગ્ય શિક્ષણ તથા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં લાભાર્થીને લાવવા તેમજ પરત મુકવા ખિલખિલાટની સુવિધા પૂુરી પાડવામાં આવી હતી. અનુષ્કા ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા કલબ ફૂટ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ૧૩૦ થી વધારે સગર્ભામાતાના લોહીના ટકાની તપાસ, વજન, ઉંચાઈ અને સગર્ભા માતાવસ્થા દરમિયાન રાખવામાં આવતી સમગ્ર સંભાળ વિશે ડો. પ્રકાશ અને ડો. ચંદ્રકાન્ત જાદવ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરમાં લેબરરૃમની મુલાકાત તથા લેબોરેટરીની મુલાકાત કરી મેટરનીટી સુવિધા વિશે સમજણ આપવામાં આવી હતી. સમગ્ર કેમ્પના સુવ્યવસ્થિત આયોજન માટે પાછતર ટીમને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેશ ભંડેરી દ્વારા મેડિકલ ઓફિસર પાછતર ડો. વિશ્વા સીનોજિયા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial