Advertisement
Author: નોબત સમાચાર

વ્યક્તિ વિશેષોને જૈન શક્તિ એવોર્ડથી સન્માનીત કરાયા

સમાજના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં જૈન શક્તિ મેગેઝિન દ્વારા જૈન સમાજના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સેવા આપનાર વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનીત કરવાના ભાગરૃપે દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન શક્તિ એવોર્ડ-૨૦૨૩નું પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. મનમોહનસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વ્રજસેનવિજયજી ગણિવર્ય પ્રેરીત શ્રી મુક્ત-પ્રેમ-પાર્શ્વ પરિવાર નિર્મિત શ્રી તપગચ્છ આરાધના સંકુલ, મોહનનગર, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ધી નવાનગર કો. ઓપ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેન અને જૈન સમાજના અગ્રણી રમણીકલાલ કે. શાહ, શ્રી દશા શ્રીમાળી લાણી સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શેઠ, જીતુભાઈ મેતા (જૈન ભોજનાલય) તથા જૈન વિજય ફરસાણ માર્ટવાળા રાજુભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ આ એવોર્ડ સમારોહમાં કિરીટભાઈ મહેતા, નિલેશભાઈ ઉદાણી, શરદભાઈ શેઠ, ડો. રૃપેન દોઢિયા તથા સીએ સાગરભાઈ ઝવેરીને સન્માનીત કરવામાં આવ્યા હતાં.

કિરીટભાઈ મહેતા જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, ધી નવાનગર બેંકના ડાયરેક્ટર તથા વિવિધ સંસ્થા સાથે જોડાયેલ છે. નિલેશભાઈ ઉદાણી ભાજપ શહેર પ્રમુખ તથા ખબર ગુજરાત કોમ્યુનિકેશનના ડાયરેક્ટર છે. શરદભાઈ શેઠ એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા જૈન ભોજનાલયના ઉપપ્રમુખ છે. ડો. રૃપેનભાઈ દોઢિયા એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી તથા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી છે. સીએ સાગરભાઈ ઝવેરી શ્રી શાંતિભુવન દેરાસર અને ઉપાશ્રયના ટ્રસ્ટી છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન શક્તિ મેગેઝિન પરિવારના અજયભાઈ શેઠ, સીએ મનિષભાઈ મારૃ, જયભાઈ દોશી, જયેશ વસા તથા મિલાપ કોઠારીએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh