Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંડરપાસના જલભરાવમાં ડૂબેલ ૭ ને બહાર કઢાયાઃ
બેંગ્લુરૃ તા. રરઃ બેંગ્લુરૃમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે અને અંડરપાસમાં પાણી ભરાવવાથી એક મહિલાનું મોત થયું છે. અંડરપાસને બેરિકેટ કરાયો છતાં કાર કાઢવાનો પ્રયાસ કરતા દુઃખદ ઘટના બની છે. ડૂબેલા ૭ માંથી ૬ ને બચાવી લેવાયા છે, જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈને મૃતકના પરિવાર માટે રૃા. પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે.
કર્ણાટકની રાજધાની બેંગ્લુરૃમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. શહેરમાં રવિવારે મુશળધાર વરસાદના કારણે ઘણાં સ્થળોએ પાણી ભરાઈ ગયા હોવાની ફરિયાદો આવી છે. આ દરમિયાન તોફાની વરસાદના કારણે ર૩ વર્ષની એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે એક બાળક લાપત્તા થયો છે. ઈન્ફોસિસમાં કામ કરતી ભાનુ રેખા નામની મહિલાનું મોત થયું છે. કેઆર સર્કલ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે મહિલાનું મોત નિપજ્યું છે. આ જ અંડરપાસમાં મૃતકની કાર ડૂબી ગઈ હતી અને કારમાં એક જ પરિવારના ૭ લોકો સવાર હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોએ કેઆર સર્કલ અંડરપાસ પર ભારે વરસાદમાં એક વાહનને ડૂબતું જોયું હતું. લોકોને તેના વિશે ચેતવણી પણ આપી હતી. ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે કારમાંથી ૩ મહિલાઓ સહિત કુલ ૭ લોકોને બહાર કાઢ્યા હતાં. આમાંથી ૬ લોકોનો બચાવ થયો છે, પરંતુ ભાનુ રેખાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આશ્ચર્યજન બાબત એ છે કે, કેઆર સર્કલ ર સબવેને બેરિકેટ કરાયો હતો. વરસાદને કારણે સબવેમાં પાણી ભરાઈ જતું હોવાથી તેને બેરિકેટ કરાયો હતો. તેમ છતાં કેબ ડ્રાઈવરે ત્યાંથી જ વાહન કાઢવાનો પ્રયાસ કર્યો, જેના કારણે આ દુઃખદ ઘટના બની હતી. એવા અહેવાલો પણ છે કે જળભરાવના કારણે એક બાળક ગુમ પણ થયું છે.
ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હોસ્પિટલ પહોંચ્યા હતાં અને તેમણે ઘટનાને લઈ દુઃખદ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને વળતર આપવાની પણ જાહેરાત કરી છે. ખાનગી હોસ્પિટલની મુલાકાત દરમિયાન સિદ્ધારભૈયાએ મૃતક મહિલાના પરિવારને પ લાખ રૃપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી.
સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે. માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ પ૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ પ૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમ વિધિઓમાં ર૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial