Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ પેરા એથ્લેટિક્સમાં પસંદગી પામનારનું સન્માનઃ
જામનગર તા. ૨૨ઃ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-જામનગરના સહકારથી આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગર દ્વારા દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર ર૦ર૩ તાજેતરમાં આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ-જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગેના અધ્યક્ષસ્થાને યોજાયેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત નાયબ મામલતદાર અને દિવ્યાંગ સેવાભાવી કાર્યકર વિજયભાઈ વોરા, અતિથિવિશેષ પદે અરબ યંગ ફાઉન્ડેશન જામનગરના હાજી અબ્દુલકાદર મસ્કતી (ઈમામ-મતવા મસ્જિદ, જામનગર), ગુલાબ મોહયુદ્દીનભાઈ ખફી, અગ્રણીઓ, કાર્યકરો અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ નિઃશુલ્ક શિબિરમાં આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતાર એન. દરજાદાએ દિવ્યાંગ સમુદાયના હક્કો-અધિકારો તેમજ સરકારશ્રીની દિવ્યાંગ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓ અને ખાસ એનએફએસએ કે અંત્યોદય યોજના તળે પાત્રતા ધરાવતા વંચિત દિવ્યાંગ લાભાર્થીઓને લાભાન્વીત કરાવવા તેમજ તાલુકા/જિલ્લા/રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દિવ્યાંગ સમુદાયને મદદરૃપ થવા આપવામાં આવતી સવલત-કામગીરીથી પણ માહિતગાર કરી પાત્રતા મુજબ યોજનાઓથી લાભાન્વિત થઈ દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરવા સર્વેએ આગળ આવવા અપીલ કરી હતી.
આગામી તા. ૧૬ થી ર૦ માર્ચ ર૦ર૩ દરમિયાન પૂના, મહારાષ્ટ્રમાં યોજાનાર ર૧ મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ર૦રર-ર૩ માં ભાગ લેવા સીલેક્ટ થઈ ટ્રસ્ટ અને જિલ્લાનું ગૌરવ વધારનાર ચંદ્રેશભાઈ મુળજીભાઈ બગડા (લાંબી/ઊંચી કૂદ), શિવદાસ આલસુરભાઈ ગુજરિયા (ગોળાફેંક), ભારતીબેન રાજેન્દ્રભાઈ રાઠોડ (ગોળાફેંક) માં ભાગ લેનાર અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડીઓને ટ્રસ્ટ દ્વારા ટી-શર્ટ, કેપથી પુરસ્કાર તેમજ હાજી અબ્દુલકાદર મસ્કતી-ઈમામ મતવા મસ્જિદ-જામનગર દ્વારા રોકડ ગીફ્ટ કવર આપી શુભેચ્છા સહ સત્કાર-સન્માન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ સમુદાયના હક્કો-અધિકારો-સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાલાભની જાગૃતિના સતત કરવામાં આવી રહેલ કાર્ય બદલ દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ-જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગેનું તેમજ શીતલબેન સાંગાણીની સાથોસાથ તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજીત પત્ર લેખન સ્પર્ધામાં રાજ્ય સ્તરે ત્રીજુ સ્થાન મેળવી જામનગરને ગૌરવ અપપાવનાર રીનાબેન સાંગાણીનું પણ શાલ ઓઢાડી-ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા ટ્રસ્ટના ઉપ્રમુખ આર.જે. પાલેજા, દિવ્યાંગ કાર્યકર રીયાબેન ચિતારા, જામલીબેન મોઢા, બિપીનભાઈ અમૃતિયા, દી૫કભાઈ સંચાણિયા, હિરેનભાઈ ગોહેલ તેમજ મનોદિવ્યાંગ વાલી પુષ્પાબેન વોરા સહિતનાઓએ જહેમત ઊઠાવી હોવાનું આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial