Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૨ઃ શિહોર નિવાસી ગં.સ્વ. પ્રવિણાબેન પ્રાણજીવન વાયડાની ઉત્તરક્રિયા નિમિત્તે વાયડા (ગઢકાઈ) પરિવાર દ્વારા સમાજમાં દૃષ્ટાંતરૃપ કામગીરી દાખવતાં સ્વજનના મૃતાત્માની શાંતિ માટે નવતર પહેલ કરી દ્વારકાની બ્રહ્મપુરી નં. ર માં ભાવનગરના મનોદિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક સરાહનીય કામગીરી દાખવનાર અંકુર વિશિષ્ટ શાળાના બાળકોના લાભાર્થે રૃપિયા ૧,૧૧,૧૧૧ નું દાન અર્પણ કર્યું હતું.
વાયડા પરિવારના નવી પેઢીના બાળકો માતંગ અને મૃગા જયેન્દ્ર વાયડાના નવતર વિચારને પરિવારે સહર્ષ સ્વીકારી દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા અને નાયબ મામલતદાર અનિરૃદ્ધસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો. દ્વારકાની રચના હાઈસ્કૂલના નારાયણ વાયડાએ અનોખા દાનને વખાણી અનુસરણીય ગણાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial