Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૭૨,૪૫૦ રોકડા સહિતનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા.૨૨: જામનગરના અંધાશ્રમ ફાટક પાસે એક રહેણાંક મકાનમાંથી રૃા.૭૨,૪૫૦ રોકડા અને ખોટી ધાતુના બે પાટલા ચોરાઈ ગયા હતા. પોલીસે ત્રણ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત કિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા આ ચોરીનો ભેદ ખૂલ્યો છે. ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ છે.
જામનગરના અંધાશ્રમ ફાટક પાસે આવેલા એક રહેણાંક મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ પી.એલ. વાઘેલાની સૂચના અને પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ તપાસ શરૃ કરી હતી.
તે દરમિયાન સીસીટીવી કેમેરાના એક ફૂટેજમાં ચાર શખ્સની શંકાસ્પદ હિલચાલ નજરે ચઢી હતી. તેના પર રખાયેલી વોચ દરમિયાન સ્ટાફના જાવેદ વજગોર, ફૈઝલ ચાવડાને મળેલી બાતમીના આધારે અંધાશ્રમ ફાટક પાસેથી મુકેશ જમનભાઈ ગોહિલ, જયેશ દીપકભાઈ દાફડા, પ્રિતમ વિજયભાઈ ગાંગોરા અને કાયદાથી સંઘર્ષિત એક કિશોરની અટકાયત કરાઈ હતી. મુકેશ, જયેશ તથા પ્રિતમની પૂછપરછ કરાતા આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી રૃા.૭૨,૪૫૦ની રોકડ તથા ખોટી ધાતુના બે પાટલા કબજે કર્યા છે. ત્રણેય શખ્સની ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial