Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમૂહલગ્ન પૂર્વે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞઃ નવદંપતીઓના માતા-પિતાનું ખેસ પહેરાવી સન્માનઃ
જામનગર તા. ૨૨ઃ જામનગરમાં લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિના સંયુકત ઉપક્રમે ર૧મો સમૂહલગ્નોત્સવ યોજાઈ ગયો, જેમાં ૪૪ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.
જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમૂહલગ્ન સમિતિના સંયુકત ઉપક્રમે ર૧ મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઈ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીનમાં યોજવામાં આવ્યો હતો.
આ સમૂહલગ્નોત્સવ પૂર્વે ૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું જેનો લાભ ૪૪ દંપતીઓએ લીધો. લગ્ન હિન્દુ શાસ્ત્રોકતવિધિથી કરાવવામાં આવ્યો હતોે. આ પ્રસંગે યોજાયેલ સ્ટેજ કાર્યક્રમની શરૃઆત વિભાપર શિશુ મંદિર વિદ્યાલયની બાળાઓએ ગણેશ વંદનાથી કરાવી હતી. આ બાળાઓ દ્વારા અલગ અલગ ૩ કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી. આ સમૂહ લગ્ન દરમિયાન રાજકીય, સામાજિક અને જ્ઞાતિ શ્રેષ્ઠિઓ સહિતના મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ર૧ નવદંપતીઓના માતા-પિતાનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
પધારેલા મહેમાનો અને સમાજ અગ્રણીઓ દ્વારા એક દીકરી લગ્ન સહયોગી દાતાઓ અને જ્ઞાતિરત્નોનું તેમજ વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવી હોય તેવા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નમાં જોડાયેલા નવદંપતીઓમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં સભ્ય હોય તેને એફડી. અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
આ સમૂહ લગ્નોત્સવમાં કુંવરબાઈનું મામેરું અને સાત ફેરા સરકારની યોજના અંતર્ગત દરેક કન્યાને રૃા. ર૪૦૦૦ ની સહાયના ફોર્મ ભરી આપવામાં આવ્યા અને સ્થળ ઉપર મેરેજ સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યા હતાં. આમંત્રિત મહેમાનો અને સમાજ અગ્રણીઓએ સમૂહ લગ્નના દાતાઓ અને સમાજવાડી બાંધકામના દાતાઓને બિરદાવ્યા અને આવતા દિવસોમાં સમાજમાંથી કાયમી વધુ ને વધુ સહકાર આપી આવા સારા કાર્યોમાં જોડાવા અને આ સંસ્થાને મદદરૃપ થવા અપીલ કરી હતી.
આ સમૂહલગ્ન ઉત્સવ દરમિયાન રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં રકતદાન કરીને સહકાર આપ્યો હતો અને કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial