Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાંબુડા પાસે ડબલસવારી બાઈકને મોટરની ઠોકરઃ
જામનગર તા.૨૨: ધ્રોલ નજીકના સોયલ ગામ પાસે સાડા ત્રણ મહિના પહેલા રાત્રિના સમયે એક ઈકો મોટરનો અકસ્માત થયો હ
તો. તેમાં ઘવાયેલા રાજકોટના પ્રૌઢે પોલીસમાં ફરિયાદ કરી છે. જ્યારે જાંબુડા પાસે શનિવારે બપોરે ડબલસવારી બાઈકને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.
રાજકોટના પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા જયેન્દ્રભાઈ હંસરાજભાઈ નકુમ ગઈ તા.૨ ફેેબ્રુઆરીની રાત્રે રાજકોટથી જામનગર આવવા માટે જીજે-૩૭-જે ૫૭૪૦ નંબરની ઈકો મોટરમાં નીકળ્યા હતા. તે મોટરના ચાલક હરભમ સમરાભાઈ કારીયાએ રાત્રે બારેક વાગ્યે પોતાની મોટર ધ્રોલ નજીકના સોયલ ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે ગોળાઈમાં સાઈડમાં સળગી ગયેલી હાલતમાં પડેલી એક મોટરના ઠાઠામાં ટકરાવી હતી. આ અકસ્માતમાં જયેન્દ્ર નકુમને ઈજા થઈ હતી. તેઓએ હરભમ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગર તાલુકાના સૂર્યપરા ગામના વિજયભાઈ રણછોડભાઈ મુંગરા નામના પટેલ યુવાન શનિવારે બપોરે જાંબુડા ગામના પાટીયા પાસેથી જીજે-૧૦-ડીકે ૯૩ ૩૭ નંબરના મોટરસાયકલ માં પોતાના મિત્ર સાથે પસાર થતા હતા ત્યારે જીજે-૧૦ટીએક્સ ૭૫૪૭ નંબરની મોટરના ચાલકે તેઓને પાછળથી ઠોકરે લીધા હતા. મોટરની ટક્કર વાગતા બંને વ્યક્તિઓને ઇજા થઈ છે. વિજયભાઈએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial