Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ મી સપ્ટેમ્બર પછી શું કરવું તે નક્કી થશે, પરંતુ ગભરાવા જેવું કાંઈ નથીઃ આરબીઆઈ ગવર્નરે કરી સ્પષ્ટતા
મુંબઈ તા. રરઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શશિકાંત દાસે કહ્યું છે કે, બે હજાર રૃપિયાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચાઈ છે, પરંતુ ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં નિરાંતે બદલાવી શકાશે. તેમણે કહ્યું કે, આ ડેડલાઈન ગંભીરતા સમજાવવા માટે અપાઈ છે, અને ૩૦ સપ્ટે. પછીની વ્યવસ્થા હવે નક્કી થશે, પરંતુ ગભરાવા જેવું કાંઈ નથી.
દેશની તમામ બેંકોમાં ર૦૦૦ ની નોટ બદલવાની પ્રક્રિયા શરૃ થશે. ભારતીય રિઝર્વ બેંકએ સોમવારે બેંકો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ભીષણ ગરમીને ધ્યાનમાં લેતા બેંકોને લોકો માટે છાંયડો અને પાણીની વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. આરબીઆઈ વધુમાં કહ્યું છે કે બેંક દ્વારા કેટલી નોટો બદલાઈ અને કેટલી જમા થઈ એનો દેનિક હિસાબ રાખવામાં આવે.
આ અંગે વિગતવાર સ્પષ્ટતા કરતા ગવર્નર શશીકાંત દાસે કહ્યું, 'અમે ૪ મહિનાનો સમય આપ્યો છે. લોકો આરામથી નોટો બદલે, તાત્કાલિક બેંકમાં જવાનું ટાળો જેથી ભીડ ન થાય. અમે સમયમર્યાદા આપી છે કારણ કે લોકો તેને ગંભીરતાથી લે છે. જે લોકો નક્કી સમયમર્યાદામાં નોટો જમા કરાવી શકશે નહીં, તો તે બાબતનો મે ૩૦ સપ્ટેમ્બર પછી નિર્ણય લઈશું. આ તારીખ ગંભીરતા સમજાવવા માટે જાહેર કરાઈ હતી. આ ડેડલાઈન પછીની વ્યવસ્થા હવે નક્કી થશે, તેવા સંકેતો પણ તેમણે આપ્યા હતાં.'
સ્ટેટ બેંકે રવિવારે ર૦૦૦ ની નોટ બદલવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ભારતની સૌથી મોટી બેંકે કહ્યું હતું કે, નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૃર નથી. કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. એક વખતમાં ૧૦ નોટ બદલી શકાશે.
સ્ટેટ બેંક દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે સોશિયલ મીડિયા પર નોટો બદલવાને લઈને અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતુંકે, નોટ બદલવા માટે આધાર જેવું આઈડી જરૃરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે, પરંતુ તેવું કાંઈ નથી, તેવી સ્પષ્ટતા કરાઈ છે.
શશીકાંત દાસે કહ્યું કે, આરબીઆઈનો ર૦૦૦ રૃપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થઈ ગયો છે.
મુંબઈમાં આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે ર૦૦૦ રૃપિયાની નોટ પાછી ખેંચવા પર કહ્યું કે, ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને લોકો સરળતાથી નોટ બદલી શકે છે. તમે આરામથી નોટ બદલી શકો છો અને બજારમાં અન્ય નોટોની કોઈ અછત નથી. નોટો બદલવા માટે પુષ્કળ સમય છે. જુની નોટો બદલવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધને સમસ્યા ન ગણો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને દરરોજ જમા કરવામાં આવતી ર૦૦૦ રૃપિયાની નોટોનો ડેટા જાળવી રાખવા સૂચના આપી છે. આરબીઆઈ દ્વારા રર મે ના આ સંબંધિત સૂચનાઓ જારી કરવામાં આવી છે.
શશીકાંત દાસે કહ્યું કે, ર૦૦૦ રૃપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે, ર૦૦૦ રૃપિયાની નોટો બદલવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ર૩ મે થી અન્ય મૂલ્યો સાથે ર૦૦૦ રૃપિયાની નોટ બદલવાની મર્યાદા કોઈપણ બેંકમાં એક સમયે ર૦,૦૦૦ રૃપિયા સુધીની રહેશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમે નોટો બદલવામાં આવતી મુશ્કેલીઓ પર સતત નજર રાખી રહ્યા છીએ. વિદેશમાં રહેતા લોકો પાસે રૃ બે હજારની ચલણી નોટો હશે, તો તે સંદર્ભે પણ વ્યવસ્થા કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial