Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પલાઉ-ફીજીનો સર્વોચ્ચ એવોર્ડ એનાયતઃ ભારતની મુક્ત કંઠે કરી પ્રશંસા

બન્ને દેશો દ્વારા વિશેષ ઢબે અપાયો આવકારઃ ભારતને ગણાવ્યું ગરીબ-વિકાસશીલ દેશોનું લીડર

પોર્ટ મોરેસ્બી તા. રરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પલાઉ-ફીજીના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તે પહેલા તેઓનું વિશેષ ઢબે સ્વાગત કરાયું હતું. ભારતને ગરીબ અને વિકાસશીલ દેશોનું લીડર ગણાવી આ દેશોના વડાઓએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પપુઆ ન્યુ ગિનીમાં પેસિફિક દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે રચાયેલ એફઆઈપીઆઈસી એટલે કે ઈન્ડિયા પેસીફિક આઈલેન્ડ કો-ઓપરેશન ફોરમમાં જોડાયા હતાં. બન્ને દેશો મળીને આનું આયોજન કરી રહ્યા છે. સમિટનું ઉદ્ઘાટન કરતા પપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ અને ગરીબ દેશોનું લીડર છે. આપણે બધા વિકસતિ દેશોના પાવર પ્લેનો ભોગ બનીએ છીએ.

આ મુલાકાત દરમિયાન રિપબ્લિક ઓફ પલાઉ અને ફિજિએ પાપુઆ ન્યુ ગિનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો છે. પલાઉના પ્રેસિડેન્ટ સુરજેલ એસ વ્હીપે પીએમને ઈબાકલ એવોર્ડ એનાયત કર્યો છે અને ફિજીએ 'કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી' એનાયત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિજીના વડાપ્રધાન દ્વારા 'કમ્પેનિયન ઓફ ધ બોર્ડર ઓફ ફિજી'થી નવાજવામાં આવ્યા હતાં. મરાપે બાદ પીએમ મોદીએ પણ વિકસિત દેશોનું નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, 'કોરોનાની સૌથી વધારે અસર ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશો પર પડી છે. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો અને ગરીબી પહેલાથી જ ઘણાં પડકારો હતાં. હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.'

પીએમ મોદીએ કહ્યું, 'આ સમય દરમિયાન અમે જેમના પર વિશ્વાસ કર્યો તેઓ મુશ્કેલીના સમયમાં અમારી સાથે ઊભા નહોતા, જ્યારે ભારત મુશ્કેલ સમયમાં પેસિફિક ટાપુઓના દેશો સાથે ઊભું હતું.' ભારતે કોરોના રસી દ્વારા તમામ સાથી મિત્રોની મદદ કરી. ભારત માટે પેસિફિકના ટાપુઓ નાના ટાપુ દેશો નથી, પરંતુ મોટા દરિયાઈ દેશો છે.

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે પપુઆ ન્યુ ગિની પહોંચ્યા હતાં. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં વડાપ્રધાન જેમ્સ મરાપે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મરાપેએ મોદીના ચરણ સ્પર્શ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર પાપુઆ ન્યુ ગિની સરકારે તેની પરંપરા તોડતા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વાસ્તવમાં આ દેશમાં સૂર્યાસ્ત પછી કોઈપણ વિદેશી મહેમાનનું રાજ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ ભારતનું મહત્ત્વ જોઈને ત્યાંની સરકારે આ નિર્ણય લીધો છે.

પીએમ મોદી ર૩ મે ના ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. અહીં તેઓ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. ર૪ મી મે ના ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્ટની અલ્બેનીઝને મળશે. રપ મી એ સવારે દિલ્હી પરત ફરશે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh