Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નકલી નોટ જપ્ત કરી લેવાશેઃ બેંકની સંડોવણી હોય ત્યાં બેંક પણ દંડાશે
મુંબઈ તા. રરઃ રૃપિયા બે હજારની નોટો બદલાવવા કે જમા કરાવતી વખતે તેના ચેકીંગ દરમિયાન જો કોઈ નોટ નકલી નીકળે તો તે જપ્ત કરાશે. આ પ્રકારની નોટ બદલવામાં સહયોગ આપનાર બેંક પણ દંડાશે. તે ઉપરાંત જો પાંચ કે તેથી વધુ બે હજારની ચલણી નોટો નકલી નીકળે, તો તેની સામે એફઆઈઆર પણ નોંધાશે.
આવતીકાલથી ર૦૦૦ રૃપિયાની નોટો પાછી ખેંચવાની પ્રક્રિયા શરૃ થઈ રહી છે. દરમિયાન, બેંકોમાં બદલાવનારી નોટોની તપાસ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ર૦૦૦ રૃપિયાની નોટો જમા કરાવવા માટે શાખામાં આવે છે અને તેની કેટલીક નોટો નકલી હોવાનું જણાશે તો આવી સ્થિતિમાં તે બેંક નોટ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા આ નકલી નોટો પર સ્ટેમ્પ લગાવવામાં આવશે, ત્યારપછી ફક્ત કાગળ બની જશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિય દ્વારા કહેેવામાં આવ્યું છે કે, બેંકમાં જે ર૦૦૦ રૃપિયાની નોટો બદલાઈ રહી છે તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. તેની સચોટતા અને વાસ્તવિકતાની ખાતરી કરવા માટે, તેને નોટ સોર્ટીંગ મશીન્સ દ્વારા નોટની તપાસ કરવામાં આવશે. ગયા એપ્રિલની શરૃઆતમાં નકલી નોટો અંગે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સને ધ્યાને રાખી આ નોટોની તપાસ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દ્વારા એક્સચેંજ માટે આપવામાં આવેલી નોટોમાંથી કોઈપણ નોટ નકલી હોવાનું જણાશે તો તેના પૈસા તેને આપવામાં આવશે નહીં.
નકલી નોટોના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, મશીન દ્વારા બેંકના કાઉન્ટર પર એક્સચેંજ કરવા માટે ગ્રાહક દ્વારા આપવામાં આવેલી રૃા. ર૦૦૦ ની નોટોના ચેકીંગ દરમિયાન, જો તેમાંથી કોઈ પણ નકલી હોવાનું જણાયુ, તો તેના પર બેંક ફેક કરન્સીનો સ્ટેમ્પ મારી અને તેને જપ્ત કરી લેશે. આ સ્ટેમ્પ મળ્યા બાદ આ નોટ નકામાં કાગળ જેવી બની જશે. આવી દરેક પ્રકારની નોટની નોંધ લેવા રેકોર્ડ માટે અલગ રજીસ્ટરમાં દાખલ કરવામાં આવશે. આ સમય દરમિયાન જો કોઈ બેંક આવી નોટો ગ્રાહકોને પરત કરતી જોવા મળશે તો નકલી નોટોમાં બેંકની સંડોવણી ધ્યાનમાં લેવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ દ્વારા ર૦૦૦ રૃપિયાની દસ નોટો બદલવામાં આવી રહી હોય, તેમાંથી જો ચાર નોટ નકલી હોવાનું જણાશે તો બેંક શાખા પોલીસને જાણ કરશે. બીજી તરફ, જો આ સંખ્યા પાંચ કે તેથી વધુ હશે તો આ મામલે એફઆઈઆર નોંધવામાં આવશે અને તેમની તપાસ કરવામાં આવશે. આ સાથે એફઆઈઆરની નકલ પણ બેંકની મુખ્ય શાખાને મોકલવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial