Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાના મોજપમાં રાષ્ટ્રીય કક્ષાના બીએસએફના પ્રશિક્ષણ કેન્દ્રનું ભૂમિપૂજન-જખૌ, લખપતવારીના ઓ.પી. ટાવરનું ઈ-ઉદ્ઘાટન કરતા કેન્દ્રિય ગૃહમંત્રી
ખંભાળિયા તા. રરઃ ઓખા નજીક મોજપમાં રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન-શિલાન્યાસ અને જખૌ કોસ્ટલ પોસ્ટ અને લખપતવારીના ઓ.પી. ટાવરનું ઈ-ઉદ્ઘાટન કરતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બીએસએફની શૌર્ય ગાથાથી દેશને ગૌરવ છે. ઓખાના મોજપની રાષ્ટ્રીય પોલીસ અકાદમી સંસ્થામાં એક સાથે ૩૦૦૦ જવાનોને તાલીમ આપી શકાશે.
દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરિયાઈ સરહદોની સુરક્ષામાં વધારો કરતી ઓખા દ્વારા નજીક મોજપમાં રાષ્ટ્રીય તટીય પોલીસ અકાદમીનું ભૂમિપૂજન કર્યું હતું. દરિયાઈ સુરક્ષામાં સેવારત જવાનોને તાલીમ આપવા માટેની આ એક મહત્ત્વની રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંસ્થા બનશે. ઓખા નજીક મોજપમાં બીએસએફ આયોજીત આ સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રીએ કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી બીએસએફની પ કોસ્ટલ આઉટપોસ્ટ, સરક્રીક વિસ્તારમાં લખપતવારીના એક ઓપી ટાવરનું ઈ-ઉદ્ઘાટન પણ કર્યું હતું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સગૌરવ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી રાષ્ટ્રીય કક્ષાનું સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર ઓખામાં બનવા જઈ રહ્યું છે. જેનાથી સાતત્યપૂર્ણ તટીય સુરક્ષાના પાઠ જવાનો એક છત્ર નીચે ભણશે.
અમિતભાઈ શાહે દેશની સરહદ અને વિકાસ વચ્ચે સંબંધ હોવાનું જણાવી કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીના કાર્યકાળમાં દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને દેશ વધુ મજબૂત બન્યો છે જેના પરિણામે દેશના વિકાસમાં હરણફાળ જોવા મળે છે. દેશની સીમાઓ વધુ સુરક્ષિત અને સચેત બની હોવાનું ઉદાહરણ આપતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં જ કેરળમાંથી ૧ર હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાત છેલ્લા થોડા સમયમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તેટલું અગાઉની સરકારમાં ક્યારેય પણ ડ્રગ્સ પકડાયું નથી તેમજ ભૂતકાળ કરતા અત્યારે દેશની દરિયાઈ સીમા વધુ મજબૂત બની છે તેમ પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ રૃપે તટિય સુરક્ષા નીતિ અંતર્ગત તટ રક્ષક દળ, નૌસેના, કોસ્ટગાર્ડ અને મછવારાના સહિયારા પ્રયત્નોથી દેશની દરિયાઈ સીમાને વધુ શુદૃઢ રીતે સુરક્ષિત બનાવવાનો પ્લાન કરાયો હોવાનું પણ આ તકે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રહરીઓની ચિંતા કરી છે અને તેઓની સુવિધાઓમાં વધારો કરી તેમના પરિવારજનોની સારીરીતે સાર સંભાળ કરવામાં આવી રહી હોવાનું સાથોસાથ સુરક્ષા માટે જરૃરી આધુનિક સાધનો સેનાને પૂરા પાડ્યા હોવાનું પણ ગૃહમંત્રીએ જણાવ્યું હતું. ગૃહમંત્રીએ બી.એસ.એફ.ના જવાનોની શૌર્ય ગાથાને પણ બિરદાવી હતી.
તેઓએ વધુમાં કહ્યું કે આપણા દેશની સીમાઓ બહુ વિશાળ છે, જ્યારે દરિયાઈ સીમા સાત હજાર કિલોમીટરથી વધુ લાંબી છે. જેમાં અનેક ગામો, ટાપુઓ અને ઔદ્યોગિક ઝોન આવેલા હોય, તેઓની મજબૂતાઈ રીતે સુરક્ષા કરવી એટલી જરૃરી છે. બીએસએફના જવાનોની સીમાઓને સુરક્ષિત રાખવાના અભિગમની સરાહના કરી આ એકેડમીના સ્થાપનાની પ્રક્રિયામાં સહભાગી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી નજીક તેઓના હસ્તે રાષ્ટ્રીય એકેડેમીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તે અંગે તેઓએ આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી. દ્વારકા અને ઓખા વચ્ચે રાષ્ટ્રીય કક્ષાની તટ રક્ષકીય પોલીસ એકેડેમી થવા જઈ રહી હોય, અહીં પ્રતિવર્ષ ૩૦૦૦ જેટલા જવાનોને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે ત્યારે આવનારા સમયમં દરિયાઈ સીમાઓ વધુને વધુ મબજૂત બનશે તેમ ગૃહમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો હતો.
આ તકે કચ્છ ક્રિક વિસ્તારમાં પ૬ કરોડના ખર્ચે નિર્મિત આઉટ પોસ્ટ તેમજ ઓપી ટાવરની સુવિધા અંગેનો વીડિયો ફિલ્મનું નિર્દેશક ડો. સુજોયલાલ થાઉસેનએ સ્વાગત પ્રવચન તેમજ બીએસએફની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પુલીસિંગની સ્થાપના ૯ કોસ્ટલ સભ્યો, પ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રિય પોલીસ દળોને સઘન અને ઊંચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે. ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનત્તમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે એનએસીપીને વિક્સાવવા માટે રૃા. ૪૪૧ કરોડ મંજુર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, બીએસએફના ડીજી ડો. સુજોય લાલ થાઉસેન, એડીજી પી.વી. રામા શાસ્ત્રી, આઈજી રવિ ગાંધી, નિવાસી અધિક કલેક્ટર ભુપેશ જોટાણિયા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial