Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રરઃ જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં ગેરકાયદે ખનન થતું હોય છે. આ અંગે યોગ્ય પગલા લેવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના પૂર્વ કોર્પોરેટર હુશેનાબેન સંઘારે એક રજૂઆતમાં જણાવ્યું છે કે, ખીજડીયા ગામમાં માટીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. આ કામગીરી માટે તંત્ર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી.
આમ રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે. આ અંગે ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ બાબતે ગામના સરપંચ અને તલાટીની કામગીરી અંગે પણ તપાસ કરવાની જરૃર છે અને કસૂરવારો સામે ફોજદારી ફરિયાદ કરી, સાધન, વાહનો જપ્તીમાં લઈ ફોજદારી ફરિયાદ નોંધવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial