Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ અકસ્માત નિવારણ-સલામતીનો સંદેશ
જામનગર તા. ૩૧ઃ જામનગર જિલ્લા કક્ષાના ૭૪મા ગણતંત્ર દિવસની ઉજવણી ધ્રોલના ભૂચરમોરી મેદાનમાં યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગના ટેબલો જોડવામાં આવ્યા હતાં. તેમાંથી વીજ કંપનીના ટેબલોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વીજ અકસ્માત નિવારણ તથા વીજ સલામતી અંગેનું માર્ગદર્શન સાથેનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ખાસ કરીને રોજિંદા જીવનમાં સેફ્ટી અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જેવી કે પતંગ વખતે, મકાન બાંધકામ સમયે, કપડા સુકવતી વેળાએ ધ્યાનમાં લેવા જેવી બાબતોનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ટેબલોને પ્રથમ નંબર મળ્યો હતો. આથી મંત્રી મૂળુભાઈ બેરા વિગેરે વીજકંપનીની કામગીરી વખાણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag