Advertisement
Author: નોબત સમાચાર

પ્રિમિયમ નંબર પરત મેળવવા ગ્રાહક દ્વારા કરાયેલી ફરિયાદ રદ્દ કરતી ફોરમ

બે સેલ્યુલર કંપની સામે કરવામાં આવી હતી ફરિયાદઃ

જામનગર તા.૩૧ ઃ જામનગરના એક આસામીએ પોતાના મોબાઈલ નંબર પરત મેળવવા માટે બે જુદી જુદી સેલ્યુલર કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ નામંજૂર કરવામાં આવી છે.

જામનગરના શાંતાબેન માનસંગ રાઠોડ નામના મહિલાએ વોડાફોન આઈડિયા સેલ્યુલર લિમિટેડ કંપનીનું પ્રીમિયમ નંબરવાળું કાર્ડ મેળવ્યંંુ હતું. તે કાર્ડમાં રિચાર્જ કર્યું હોવા છતાં તે સીમકાર્ડ માંથી નેટવર્ક ચાલી જતા તેઓએ જામનગરની કંપનીની ઓફિસમાં તેની જાણ કરી હતી. તેઓને જાણકારી આપવામાં આવી હતી કે તેઓનું સીમકાર્ડ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી આપવામાં આવ્યું છે. આ બેદરકારીના કારણે વોડાફોન કંપનીના બ્રાન્ચ મેનેજર દીપીકાબેન સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે પછી આ નંબર પરત મેળવવા માટે શાંતાબેન રાઠોડ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ કંપનીએ પ્રીમિયમ નંબરના તગડા નફા  માટે તે નંબર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી આપ્યા છે. તે નંબર પરત આપવાની માંગણી તેમજ વળતરરૃપે રૃા.૪,૦૦,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી.

આ ફરિયાદનું સમન્સ પાઠવવામાં આવતા વીઆઈ કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ નંબર અગાઉ એરટેલ કંપનીમાં હતો તેમાંથી પોર્ટેબિલિટી કરીને વીઆઈ કંપનીમાં આવ્યા હોય સીમકાર્ડના મૂળ માલિક એરટેલ કંપની છે. આ કંપનીને ડોનર ઓપરેટરનો ચાર્જ ભર્યો ન હોય અને ટ્રાયના નિયમ મુજબ તે કોસ્ટ જમા કરાવવામાં આવી ન હોય તેથી આ કાર્ડ એરટેલમાં પરત જતું રહ્યું હતું તેથી આ ફરિયાદમાં એરટેલ કંપનીને પણ પક્ષકાર તરીકે જોડવા જરૃરી હતા પરંતુ ફરિયાદીએ તે કંપનીને પક્ષકાર તરીકે જોડી નથી. તે પછી ફરિયાદી દ્વારા જામનગરમાં આવેલી એરટેલની ઓફિસને પણ પક્ષકાર તરીકે જોડી હતી.

એરટેલ કંપની વતી હાજર થયેલા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ફરિયાદી શાંતાબેન રાઠોડ આ નંબરના ગ્રાહક જ ન હતા પરંતુ રવિરાજસિંહ પ્રતાપસિંહ રાઠોડ નામના વ્યક્તિ તેના માલિક હતા. જેઓએ ડોનર ઓપરેટર તરીકેનો ચાર્જ ભરવાની જાણ કરાઈ હોવા છતાં ચાર્જની રકમ ન ભરતા તે નંબર અન્ય વ્યક્તિને આપી દેવામાં આવ્યો છે. તેથી ફરિયાદ કરનાર  શાંતાબેન રાઠોડ એરટેલ કંપનીના ગ્રાહક જ ન હોય તેઓ ફરિયાદ કરવા માટે હક્કદાર ન હતા. ફોરમ દ્વારા બંને પક્ષની દલીલો સાંભળવામાં આવ્યા પછી ફરિયાદીની ફરિયાદ નામંજૂર કરવામાં આવી છે. વોડાફોન આઈડિયા કંપની તરફથી વકીલ આર.જે. ગોગદા, વાય.એમ. પંડ્યા, મોનલ ચાવડા, તીર્થ પંડ્યા તેમજ એરટેલ કંપની તરફથી છોટુભાઈ તથા ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh