Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફિઝિયોથેરાપી એ સળંગ ચાલતી પ્રક્રિયા છે, તેનું ભાન નહીં હોય?
રાવલ તા. ૩૧ઃ રાવલની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે સેવા આપતા વરૃભાઈને અઠવાડિયામાં ત્રણ દિવસ રાવલ અને ત્રણ દિવસ દ્વારકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવાઓ આપવાનો આદેશ મળ્યો હોવાની ખબર પડતા જ બન્ને આરોગ્ય કેન્દ્રમાં નિયમિત ફિઝિયોથેરાપીની સેવાઓ લેતા દર્દીઓ તથા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.
લોકો કહે છે કે, ફિઝિયોથેરાપીની સારવાર અને પ્રક્રિયા સળંગ ચાલતી હોય છે, અને તેમાં બ્રેક આવતો નથી. જો રાવલના ફિઝિયોથેરાપીસ્ટની સેવાઓને રાવલ અને દ્વારકા સીએચસીમાં અઠવાડિયાની ત્રણ-ત્રણ દિવસ માટે વહેંચવામાં આવે તો બન્ને તરફના દર્દીઓને હાલકી તો ભોગવવી જ પડે, તદુપરાંત સારવારનું સાતત્ય નહીં જળવાતા દર્દીઓની કરાયેોલી અત્યાર સુધીની સારવાર અને પરિશ્રમ પણ પાણીમાં જાય તેમ છે.
એવું કહેવાય છે કે, હાલમાં કલ્યાણપુરમાં કાર્યરત ફિઝિયોથેરાપીસ્ટ સ્વેચ્છાએ દ્વારકા જવા અથવા ત્યાં સેવા આપવા તૈયાર છે, તેમ છતાં રાવલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા છેક છેવાડાના અને પચીસ-ત્રીસ ગામોના કેન્દ્રમાંથી ફિઝિયોથેરાપીસ્ટનો દ્વારકા ત્રણ દિવસ માટે સેવાઓ સોંપવામાં આવી રહી છે જો આવું બની રહ્યું હોય તો તે વહીવટી કે ભૌગોલિક રીતે તો બુદ્ધિગમ્ય જણાતું નથી, પરંતુ સામાન્ય બુદ્ધિ (મોન સેન્સ) ને અનુરૃપ પણ જણાતું નથી.
આ મુદ્દે રોગી કલ્યાણ સમિતિના સભ્ય તથા ધારાસભ્ય પબુભા માણેકના પ્રતિનિધિ તરીકે નીતિનભાઈ કોટેચાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag