Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોજદારની પરીક્ષામાં જતા હતાઃ
જામનગર તા.૩૧ ઃ ગાંધીનગરમાં યોજાયેલી પીએસઆઈની પરીક્ષા આપવા જતાં નગરના ચાર યુવાનની મોટરને અમદાવાદ નજીક લીંબડી પાસે અકસ્માત થતાં એક યુવાનનું મૃત્યુ થયું હતું.
જામનગરથી ગાંધીનગર જવા માટે રવાના થયેલા ચાર યુવાનોની મોટર અમદાવાદ ધોરીમાર્ગ પર લીંબડી-બગોદરા વચ્ચે પલ્ટી મારી ગઈ હતી. જેમાં મોટરમાં જઈ રહેલા મયુરસિંહ વનરાજસિંહ સોઢા નામના યુવાનને ગંભીર ઈજા થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઈજા થતાં લીંબડી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
જામનગરથી ગાંધીનગર જઈ રહેલા આ યુવાનો પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જતાં હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. શક્તિસિંહ હેમતસિંહ જાડેજા, ભરતસિંહ સોઢા, પ્રદીપસિંહ નવલસિંહ સોઢા નામના અન્ય ત્રણ ઘવાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag