Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં બંને પક્ષની દલીલો પૂર્ણઃ
ગાંધીનગર તા.૩૧ ઃ દુષ્કર્મના મામલે આસારામને આજે સજાના એલાન ઉ૫રાંત અન્ય આરોપીઓને નિર્દોષ ઠરાવાયા છે.
ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. આસારામ સામે દુષ્કર્મ મામલે ગઈકાલે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો હતો. ગઈકાલે ૨૦૧૩ના દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર કરાયા હતા. આસારામ સિવાયના અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ સહિત કુલ સાત આરોપી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આસારામ સિવાયના તમામ આરોપીઓને જામીન મુક્ત કરી દેવાયા હતા. કોર્ટ આજે સજા સંભળાવશે. જોધપુર જેલમાં બંધ આસારામ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા. આસારામ દુષ્કર્મ કેસમાં આઠ વર્ષથી જોધપુર જેલમાં બંધ છે.
ફરિયાદી તરફથી વકીલે રજૂઆત કરી કે ૩૭૬ સજાની પૂરી જોગવાઈ થતા ૩૭૭માં પણ પૂરેપૂરી સજા કરવામાં આવે. આ ઉપરાંત ૫૦૬ની ૨ કલમ હેઠળ પૂરેપૂરી સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેસની સુનાવણીમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટે, સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી પ્રક્રિયા આગળ વધારી હતી. ભોગ બનનારને વળતર ચૂકવવા માટે ફરિયાદ પક્ષના વકીલે માંગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧માં સુરતની બે યુવતીઓએ આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યાે હતો. તા.૬ ઓકટોબર ૨૦૧૩ના ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ ૨૦૦૧માં બની હતી. સરકાર વતી ૫૫ સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ૮ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag