Advertisement
Author: નોબત સમાચાર

નાનાખડબાના પરિવારની દીકરીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મળ્યું નવજીવન

હૃદયના કાણાનું ઓપરેશન વિનામૂલ્યે સંપન્નઃ

જામનગર તા. ૩૦ઃ જામનગર જિલ્લાના લાલપુર  તાલુકાના નાના ખડબા ગામમાં રહેતા પરિવારમાં તા. ૧૮-૯-૨૦૧૪ ના રોજ અલીભાઈ રુઝાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. બાદમાં ખડબા ગામે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ રૂટિંગ સર્વેલન્સ માટે ગયેલ ત્યારે જાણવા મળેલ કે સનમ નામની આ દીકરીને ચાલવા સમયે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેથી ડોકટરની ટીમ દ્વારા સનમના માતાપિતાને જીજી હોસ્પિટલ જામનગરમાં યોગ્ય નિદાન કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ગભરાયેલ પરિક્ષિતિમાં હોવાથી તે સમયે હોસ્પિટલ ન ગયેલ. ૩૦-૦૩-૨૦૨૨ના સનમને વધારે તકલીફ પડતા શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી ઉભી થઈ એટલે માતા પિતા ડોકટરો પાસે ગયા અને ઇમ્જીદ્ભ ડોક્ટર દ્વારા સંદર્ભ કાર્ડ ભરી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ-જામનગરમાં મોકલવામાં આવ્યા.

સનમની પ્રાથમિક તપાસ બાદ લોહીનું પરીક્ષણ, ઈસીઓ તથા ઈસીજીમાં જાણવા મળ્યું કે તેને સીએચડી એટલે કે હૃદયમાં કાણું છે. બાદમાં તેણીને ૩ દિવસ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને સઘન સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદમાં મોકલવામાં આવતા નિષ્ણાતો દ્વારા ખૂબ જ કૂનેહથી ૧૮-૦૪-૨૦૨૨ ના શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરી ૧૫ દિવસ દાખલ રાખી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.સનમ હાલ નોર્મલ જીવન જીવી રહી છે. પોતાની દીકરીને નવજીવન આપવ બદલ તેણીના માતા-પિતાએ ડૉકટરો અને આરોગ્ય તંત્રની કામગીરીની પ્રશંસા કરી સર્વ પ્રત્યે ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh