Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય બજેટ ર૦ર૩-ર૪ અંગે માર્ગદર્શક પોસ્ટ બજેટનો સેમિનાર

જામનગર ચેમ્બરમાં આગામી શનિવારે

જામનગર તા. ૩૧ઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ, ધી કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશનર્સ એસોસિએશન તથા જામનગર ટેક્ષ કન્સલટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે જામનગર ચેમ્બરમાં કેન્દ્રિય બજેટ ર૦ર૩-ર૦ર૪ અંગે એક માર્ગદર્શક પોસ્ટ બજેટ સેમિનારનું આયોજન તા. ૪-ર-ર૦ર૩, શનિવારના સાંજના ૩-૩૦ કલાકે 'ધીરૃભાઈ અંબાણી વાણિજ્ય ભવન', જામનગર-રાજકોટ હાઈ-વે, સુભાષ બ્રીજ નજીક, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ સેમિનાર વિનામૂલ્યે યોજવામાં આવ્યો છે.

વર્ષ ર૦ર૩-ર૪ માટે માન. કેન્દ્રિય નાણામંત્રી દ્વારા આગામી તા. ૧-ર-ર૦ર૩ ના બજેટ રજૂ કરવામાં આવશે. જે બજેટની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આ માર્ગદર્શક સેમિનારમાં વક્તા તરીકે એડવોકેટ સમીરભાઈ સિદ્ધપુર્યા, અમદાવાદથી પધારી આ બજેટ અંગે જીએસટીને લગતા ફેરફારો, ફેક બિલીંગ, બોગસ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ, જીએસટી હેઠળ પ્રોસિક્યુશન વિગેરે બાબતો તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પેશભાઈ દોશી રાજકોટથી સેમિનારમાં પધારી આવકવેરાની જોગવાઈઓ તથા સંભવીત સુધારા-વધારા અંગે માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં સમયસર ઉપસ્થિત રહેવા જામનગર ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh