Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ગુજરાતમાં ફટાકડાથી વધુ પેપર ફૂટે છે'
ખંભાળિયા તા.૩૧ ઃ જુનિયર કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં રાજ્યમાં છેલ્લા નવ વર્ષમાં લીક થયેલા પેપરનો આંક ૧૩ પર પહોંચી ગયો છે. ખંભાળિયામાં પણ ગઈકાલે સેંકડો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા પરંતુ પેપર ફૂટતા પરીક્ષા મોકૂફ થયાની જાણ થતાં પરીક્ષાર્થીઓમાં આક્રોશ અને નિરાશા વ્યાપી ગઈ હતી.
સમગ્ર મુદ્દે ખંભાળિયાના વતની અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સરકાર વિરૃદ્ધ આક્રમક નિવેદન આપ્યું છે.
'ગુજરાતમાં ફટાકડાથી વધુ પેપર ફૂટે છે' એવું જણાવી ઈસુદાને વારંવાર થતાં પેપરલીકકાંડ મુદ્દે સરકારની આકરી નિંદા કરી હતી.
ખંભાળિયા એસ.ટી.ના ડેપો મેનેજર મિલનકુમાર રાઠોડ દ્વારા પરીક્ષાર્થીઓને પોતપોતાના ગામ પરત જવા એસ.ટી.માં વિનામૂલ્યે પ્રવાસની વ્યવસ્થા અમલી બનાવી પરીક્ષાર્થીઓનો આક્રોશ શાંત કરવાનો પ્રયાસ કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag