Advertisement
Author: નોબત સમાચાર

ભારતનો વર્ષ ર૦ર૩-ર૪ માં આર્થિક વિકાસ દર ચીનને પછાડીને ૬.૧ ટકા રહેવાનું અનુમાન

આઈએમએફની આગામી વર્ષને લઈને આગાહીઃ

નવી દિલ્હી તા. ૩૧ઃ ર૦ર૩-ર૪ માં પણ ચીન કરતા ભારતનો ગ્રોથ ઝડપી રહેશે. આઈએમએફના અનુમાન મુજબ ભારતનો વિકાસદર ૬.૧ ટકા તો ચીનનો પ.ર ટકા રહેશે. વૈશ્વિક વિકાસ દર ૩.૪ ટકાથી ઘટીને ર.૯ ટકા રહેશે. ર૦ર૩ માં વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી પડશે. સૌથી વધુ નુક્સાન બ્રિટનને થશે. રૃસ માટે પણ આ વર્ષ નબળું રહેશે. અમેરિકાનો વિકાસદર ૧.૪ ટકા રહેશે. વગેરે અનુમાનો આઈએનએફ દ્વારા કરાયા છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ આગામી વર્ષ માટે આગાહી કરી છે કે, આગામી નાણાકીય વર્ષમાં પણ ભારતનો વિકાસ વિશ્વના અન્ય દેશો કરતા વધુ ઝડપી રહેશે. તે આ વર્ષે પણ આર્થિક વૃદ્ધિના મામલામાં ચીન કરતા આગળ હશે. આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૧ ટકા રહી શકે છે. ખાસ વાત એ છે કે આઈએમએફના અનુમાન મુજબ માત્ર ભારતમાં જ આર્થિક વિકાસ દર ૬ ટકાથી વધુ રહેવાનો છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ મંગળવારે જણાવ્યું હતુંકે, આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં થોડી મંદીની અપેક્ષા રાખે છે અને ૩૧ માર્ચે પૂરા થતાં વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન વૃદ્ધિ દર ૬.૮ ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં આ દર ૬.૧ ટકા થઈ શકે છે. આઈએમએફ એ આજે તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકનું જાન્યુઆરી અપડેટ બહાર પાડ્યું છે, જે મુજબ વૈશ્વિક વૃદ્ધિ ર૦રર માં અંદાજિત ૩.૪ ટકાથી ઘટીને ર૦ર૩ માં ર.૯ ટકા થવાનો અંદાજ છે. પછી ર૦ર૪ માં વધીને ૩.૧ ટકા થશે.

વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક અપડેટ

આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતનો વિકાસ નાણાકીય વર્ષ ર૦રર માં ૬.૮ ટકાથી ધીમો પડીને ર૦ર૩ માં ૬.૧ ટકા થશે, જે ર૦ર૪ માં ૬.૮ ટકા સુધી પહોંચશે.' રિપોર્ટ અનુસાર ર૦રર માં ચીનની અર્થવ્યવસ્થામાં ધારણા કરતા વધુ ૪.૩ ટકા મંદી પછી ર૦ર૩ અને ર૦ર૪ માં ઈમેજિંગ અને ડેવલપિંગ એશિયામાં વૃદ્ધિ અનુક્રમે પ.૩ ટકા અને પ.ર ટકા સુધી વધવાની ધારણા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર ભારત પછી ચીનનો નંબર છે જ્યાં દર પ.ર ટકા હોવાનો અંદાજ છે. વૈશ્વિક સંસ્થાએ આગાહી કરી છે કે આગામી વર્ષ ર૦ર૪ માં પણ ભારતનો વિકાસ દર વધીને ૬.૮ ટકા થશે.

બ્રિટનને સૌથી વધુ નુક્સાન

આઈએમએફના અંદાજ મુજબ વિકસિત દેશોમાં બ્રિટનને સૌથી વધુ નુક્સાન થવાની ધારણા છે. લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા બ્રિટનનો આર્થિક વિકાસ દર વર્ષ ર૦ર૩ માં માઈનસમાં જવાની આશા છે. બ્રિટનમાં આ વર્ષે આ દર -૦.૬ રહેવાનો અંદાજ છે. આગામી વર્ષ ર૦ર૪ માં તેના માટે સ્થિતિ થોડી સારી રહેશે કારણ કે તેનો વિકાસ દર પ્લસમાં આવશે, જો કે આ દર વધીને ૦.૯ ટકા થશે. જ્યાં સુધી અમેરિકામાં આર્થિક વિકાસ દરની વાત છે, આઈએમએફ અનુસાર અહીં આ દર ૧.૪ ટકા રહેશે, જે આગામી વર્ષ ર૦ર૪ માં ઘટીને ૧.૦ ટકા થઈ જશે. તે જ સમયે યુક્રેન સાથે યુદ્ધ કરીને વૈશ્વિક સ્તરે ઘણાં પડકારોનો સામનો કરી રહેલા રશિયા માટે આ વર્ષ ખૂબ સારૃં રહેશે નહીં, જો કે ગયા વર્ષની સરખામણીમાં થોડો વધારો ચોક્કસપણે જોવા મળશે.

વિશ્વને કરવો પડશે મંદીનો સામનો

વિશ્વના અન્ય દેશોની સાથે ભારતીય અર્થવ્યવસ્થાને પણ વર્ષ ર૦ર૩ માં હળવી મંદીનો સામનો કરવો પડી શકે છે, જો કે અન્ય દેશોના હિસાબે ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ શ્રેષ્ઠ સ્થિતિમાં રહેશે. વાસ્તવમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ મંગળવારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ર૦ર૩ દરમિયાન વૃદ્ધિ દર ૬.૮ ટકાથી ઘટીને ૬.૧ ટકા થવાની ધારણા છે. તાજેતરની યાદી પર નજર કરીએ તો અન્ય દેશોની સરખામણીમાં ભારત હજુ પણ સૌથી આગળ છે. આ ઉપરાંત આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક અનુસાર વૈશ્વિક વૃદ્ધિ ર૦રર માં અંદાજિત ૩.૪ ટકાથી ઘટીને ર૦ર૩ માં ર.૯ ટકા, પછી ર૦ર૪ માં વધીને ૩.૧ ટકા થવાનો અંદાજ છે. ર૦ર૩ માં અમેરિકાનો વિકાસદર ૧.૪ ટકા રહેવાની ધારણા છે, જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થા માઈનસ ૦.૬ ટકા રહેવાની ધારણા છે.

ભારત માટે પણ વિકાસદરનો અંદાજ ઘટ્યો

આઈએમએફ એ કહ્યું કે ઓક્ટોબર ર૦રર થી ૩૧ માર્ચ ર૦ર૩ સુધીના સમયગાળા માટે અમે ભારતનો વિકાસ દર ૬.૮ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ તે પછી ર૦ર૩ ના વર્તમાન નાણાકીય વર્ષમાં તે ઘટીને ૬.૧ ટકા રહેવાની ધારણા છે. આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ડો. સંશોધન વિભાગ અને નિર્દેશક પિયર-ઓલિવિયર ગૌરીનચાસે આ માહિતી આપી હતી. આઈએમએફ એ એશિયાનો રિપોર્ટ પણ જાહેર કર્યો છે. આઈએમએફના અહેવાલ મુજબ ઉભરતા અને વિકાસશીલ એશિયામાં વૃદ્ધિ ર૦ર૩ અને ર૦ર૪ માં અનુક્રમે પ.૩ ટકા અને પ.ર ટકા થવાની ધારણા છે, જો કે ર૦રર માં ચીનનો વિકાસ દર ઘટીને ૪.૩ ટકા પર આવી ગયો છે. તે જ સમયે આઈએમએફ એ વર્ષ ર૦ર૩ માં ચીનનો વિકાસ દર વધવાની આશા વ્યક્ત કરી છે. આઈએમએફ અનુસાર ચીનનો વિકાસ દર ર૦ર૩ માં વધીને પ.ર ટકા થવાની ધારણા છે, જે ગતિશીલતામાં ઝડપી સુધારો દર્શાવે છે, જો કે ર૦ર૪ માં તે ફરી એકવાર ઘટીને ૪.પ ટકા થવાનો અંદાજ છે. તે જ સમયે વર્ષ ર૦રર ના ચોથા ક્વાર્ટરમાં ચીનની વાસ્તવિક જીડીપી જ્યારે ઘટીને ત્રણ ટકા પર આવી ગઈ ત્યારે તેને આંચકો લાગ્યો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh